અડધી રાતે ભૂખ લાગે ત્યારે શું ખાવું ને શું નહીં? જાણશો તો બચશો રોગોથી

Visited 730 times, 1 Visits today

View Location in Map

એક સંશોધન પ્રમાણે રાત્રે મોડા સુધી જાગનારા લોકો વધુ કેલરી કન્ઝ્યુમ કરે છે, જેથી તેમનું વજન વધવાના ચાન્સ વધારે હોય છે. આમેય રાત્રે મોડે સુધી જાગીને કામ કરનારા લોકો રાત્રે ભૂખ ન પણ લાગી હોય તોય સ્ટ્રેસ-બસ્ટર તરીકે કંઈક ખાવા માટે લલચાય છે. જેનાથી તેમની કેલરી વધવાની જ. આખો દિવસ બરાબર ખોરાક લીધો હોય તો રાતના સમયે કેલરીની જરૂર રહેતી નથી એટલે રાત્રે ખાવાથી મળતી કેલરી વધારાની હોય છે. તેમ જ રાતના સમયે બોડી દ્વારા કોઈ ખાસ પ્રવૃત્તિ થતી નથી જેને લીધે બધી જ કેલેરી વપરાયા વિનાની પડી રહે છે અને સ્થૂળ થવાના ચાન્સ વધે છે. તેમ છતાં રાત્રે જો ભૂખ લાગે તો શું ખાવું અને શું નહીં તેના વિશે આજે તમને જણાવીશું.

રાત્રે ભૂખ શા માટે લાગે છે?

સૌથી પહેલાં તો એક વાત સમજી લેવી જોઈએ કે ભૂખ દિવસ કે રાત જોઈને લાગતી નથી. રાત્રે લાગતી ભૂખ સાચી જ હોય એ જરૂરી નથી. એટલે કે ક્યારેક એ ફૂડ-ક્રેવિંગ પણ હોઈ શકે છે. જે લોકો રાત્રે મોડે સુધી કામ કરતા હોય, ભણતા હોય, નોવેલ વાંચતા હોય કે ટીવી જોતા હોય તેમને જ કંઈક ચટપટું કે સ્વીટ ખાવાની ઇચ્છા થતી હોય છે. જ્યારે માઇન્ડ એક્ટિવ હોય ત્યારે એને એનર્જી માટે ગ્લુકોઝની જરૂર પડે છે. માટે જ ચોકલેટ કે મીઠાઈ ખાવાની ઇચ્છા વધુ થતી હોય છે.

શરીરના મેકેનિઝમ પ્રમાણે તેને દર બે-ત્રણ કલાકે કંઈક ખાવા જોઈએ. રાતની શિફ્ટમાં કામ કરતા લોકો પણ જો આ નિયમને ફોલો કરીને થોડી-થોડી માત્રામાં ત્રણ-ત્રણ કલાકે ખાય તો વાંધો ન આવે. આ ઉપરાંત જે લોકો આખા દિવસ દરમ્યાન પૂરતું ખાતા ન હોય એમને પણ રાત્રે વધુ ભૂખ લાગે છે. જે લોકો ડાયેટિંગ કરતા હોય, સવારનો બ્રેકફાસ્ટ સ્કિપ કરતા હોય એ લોકો રાત્રે વધુ ભૂખ્યા થાય છે.
તો શું ખાવું?

રાતના સમયે લો કેલરીવાળો, હાઈ ફાઇબરયુક્ત અને જેમાં ટ્રિફ્ટોફેન અને અમિનો એસિડ હોય એવો ખોરાક ખાવો. આ બન્ને તત્વો બોડીમાં નાયાસિન અને સેરોટોનિન નામના હોમોર્નનો સ્ત્રાવ વધારે છે. આ બન્ને ફીલ-ગુડ હોમોર્ન છે, જે બોડીને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. કેળાં, ઓટ્સ અને મધમાં સેરોટોનિન મબલક પ્રમાણમાં હોય છે.

-ફેટ વિનાનું સ્કિમ્ડ મિલ્ક એક ગ્લાસ લઈ શકાય.

-દૂધમાં ફ્રૂટ્સ નાખીને ફ્રૂટ-સેલડ પણ ખાઈ શકાય.

-ઓછા તેલમાં બનાવેલું એકાદ થેપલું ખાઈ શકાય.

-દહીં-ખાખરો, ફણગાવેલા કઠોળ, શુગર-ફ્રી યોગર્ટ, દૂધ સાથે ઓટ્સ, સહેજ વઘારેલા સેવ-મમરામાં ચણા નાખીને ખાઈ શકાય.

-ડ્રાયફ્રૂટ્સ ખવાય, પણ કાજુ ન ચાલે.

-લો ફેટ ચીઝ ક્યુબ પણ ખાઈ શકાય.

-થોડું ચટપટું ખાવાનું મન થયું હોય તો ઉપરથી સ્લાઇટ મીઠું, કાળા મરીનો પાઉડર અને ચિલી ફ્લેક્સ ભભરાવીને પ્લેન પોપકૉર્ન ખાઈ શકાય.

-માર્કેટમાં શેકેલો (તળેલો નહીં) મકાઈનો ચેવડો પણ મળે છે.

રાત્રે ન ખાઈએ તો ચાલે?

રાત્રે ભૂખ લાગી હોય પણ એને અવોઇડ કરીને ન ખાઈએ તો ચાલે એવું? ન ચાલે, કારણ કે ભૂખ્યા પેટને કારણે એસિડિટી, ગેસની તકલીફ થઈ શકે છે. ભૂખ્યા રહેવાને લીધે બીજે દિવસે સવારે એનર્જી ન હોય, કામમાં એકાગ્રતા ન રહે એવું પણ બને. રાતની ભૂખને અવગણવાથી બીજો આખો દિવસ બગડી શકે છે. એટલે થોડું પણ ખાઈ લેવાનું. કંઈ ન હોય તો એક ગ્લાસ દૂધ પી લો તો પણ ચાલે.

Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-late-night-food-cravings-what-should-be-eat-at-late-night-hungriness-5049575-PHO.html?seq=3

Related Listings

કિસમિસ એક ખાટુ-મીઠુ ડ્રાયફ્રુટ છે, જે દ્રાક્ષને સુકવીને તૈયાર કરવામાં આવે છે. આમાં પણ દ્રાક્ષના તમામ ગુણો સમાયેલા હોય છે. દૂઘના લગભગ તમામ તત્વો કિસમિસમાં હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: