અનેક વિકારોથી બચવા જરૂરી છે આયોડીન, જાણો કઈ વસ્તુઓમાંથી મળશે

Visited 653 times, 1 Visits today

View Location in Map

આયોડીન આપણા શરીરના વિકાસ માટે બહુ જરૂરી પોષક તત્વ છે, ગર્ભાવસ્થા દરમિયાન તેની વધારે જરૂર પડે છે. શરીરમાં આયોડીનની ઉણપને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉદભવે છે. આયોડીન તમારા બાળકના મગજના વિકાસ અને થાઈરોઈડ ગ્રંથિને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે પણ અત્યંત જરૂરી હોય છે. આ એક માઈક્રોપોષક તત્વ છે. જેની આપણા શરીરના વિકાસ અને જીવવા માટે ઓછી માત્રામાં જરૂર હોય છે. આયોડીન આપણા શરીરના તાપમાનને નિયમિત કરે છે. આ રીતે આયોડીનનું સેવન બહુ જરૂરી હોય છે અને તેની ઉણપને કારણે અનેક તકલીફો ભોગવવી પડે છે જેથી શરીરમાં આયોડીનની ઉણપ ન થવા દેવી અને આયોડીનવાળો ખોરાક લેવો.
કેટલું આયોડીન જરૂરી
આયોડીનના સેવનનું મતલબ એ નથી કે આયોડીન જ આરોગતા રહેવું. એક વ્યક્તિને આખા જીવનમાં એક નાની ચમચીથી પણ ઓછા આયોડીનની જરૂર હોય છે. જોકે આયોડીન શરીરમાં જમા થઈ શકતું નથી, જેથી તેને રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ. WHO એ વ્યક્તિ પ્રમાણે તેની માટે આયોડીનની માત્રા નિર્ધારિત કરી છે. ગર્ભવતી સ્ત્રીઓએ 200-220 માઈક્રોગ્રામ, સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ 250-290 માઈક્રોગ્રામ, 1 વર્ષથી નાના બાળકોએ 50-90 માઈક્રોગ્રામ, 1-11 વર્ષની વચ્ચેના બાળકોએ 90-120 માઈક્રોગ્રામ અને વયસ્કો અને કિશોરો માટે 150 માઈક્રોગ્રામ આયોડીન દરરોજ લેવું જોઈએ.

ક્રેનબેરીઝ એટલે કરમદું
કરમદામાં અનેક ગુણો રહેલાં છે, આને એન્ટીબાયોટીકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સાથે જ કરમદામાં આયોડીન ભરપૂર માત્રામાં હોય છે. માત્ર 4 આઉન્સ કરમદામાં 400 માઈક્રોગ્રામ આયોડીન હોય છે. તમારી રોજિંદી આયોડીનની ઉણપને દૂર કરવા માટે તમે તેના તાજા ફળનો ઉપયોગ કરી શકો છો. તેનું જ્યૂસ પણ પીવું ફાયદાકારક માનવામાં આવે છે. જો જ્યૂસ પીવામાં કડવું લાગે તો તેમાં શૂગર પણ મિક્ષ કરી શકો છો.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-best-five-source-of-iodine-and-its-benefits-for-the-good-health-4966103-PHO.html?seq=5

Related Listings

ગરમીના દિવસો શરૂ થતાંની સાથે જ કેટલાકોને પસીનો છૂટી જાય છે. સામાન્ય સ્વેટિંગ તો સમજી શકાય એવી વાત છે, પણ કેટલાકોને વધુ પ્રમાણમાં પરસેવો થતો હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: