આંખોમાંથી વારંવાર પાણી નિકળતું હોય તો, તેના માટે ઘરેલૂ ઉપાય છે શ્રેષ્ઠ

Visited 489 times, 1 Visits today

View Location in Map

આંખોમાંથી પાણી નિકળવું બહુ જ સામાન્ય સમસ્યા છે અને આ સમસ્યા બહુ વધારે પ્રદૂષણવાળા વાતાવરણ અને સિઝનલ એલર્જીને કારણે થાય છે. આ સમસ્યામાં આંખોમાંથી પાણી નિકળવાની સાથે આંખોની ચારેય તરફ ખુજલી પણ થાય છે. આંખોને વધારે સ્પર્શ કરનારા અથવા તો આંખોને વારંવાર મસળનારા લોકોને આ સમસ્યા વધારે થાય છે. આ સમસ્યાને તમે ઘરે જ ઝડપથી દૂર કરી શકો છો. જેના માટે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવવાની જરૂર છે. જે તમારા રસોડામાં સરળતાથી ઉબલબ્ધ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું, જોકે કેટલાક ગંભીર કિસ્સાઓમાં ડોક્ટરને બતાવવું હિતાવહ છે.
બટાકા
બટાકામાં રહેલાં એસ્ટ્રિજેન્ટ ગુણને કારણે તેની મદદથી આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યા દૂર કરી શકાય છે. આ સિવાય આંખમાં લાલાશ અને સોજાને દૂર કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બટાકાની સ્લાઈઝ કાપી લેવી. થોડીવાર માટે તેને ફ્રિઝમાં મૂકી દેવું. હવે આ ઠંડી સ્લાઈઝને આંખો પર 15થી 20 મિનિટ માટે મૂકવી. આ ઉપાયને રાતે સૂતા પહેલાં બે કે ત્રણવાર નિયમિત કરવાથી ઝડપથી ફાયદો થશે. આ એક કારગર ઉપાય છે.
ઠંડુ દૂધ
દૂધ પણ આંખોમાંથી પાણી નિકળવાની સમસ્યા માટે ઉપયોગ કરવામાં આવતા ઘરેલૂ ઈલાજમાં લોકપ્રિય ઉપચારોમાંથી એક છે. તેના માટે ઠંડુ દૂધ લેવું, હવે તેમાં કોટન બોલને ડિપ કરીને આંખોની આસપાસ હળવા હાથે રગડવું. આ સિવાય તમે વધુ ઠંડક મેળવવા આ કોટન બોલને થોડા સમય માટે આંખોની આસપાસ રાખી પણ શકો છો. આ ઉપાયને સવારે અને સાંજે કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય.
ગુલાજ જળ
શુદ્ધ ગુલાબ જળનો ઉપયોગ આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યામાં પ્રભાવી ઘરેલૂ ઉપચારમાંથી એક છે. ગુલાબજળ ઠંડક આપનારું હોય છે અને આંખોને સ્વચ્છ કરવામાં પણ મદદ કરે છે. ગુલાબ જળનો ઉપયોગ આંખો માટે અનેક રીતે કરી શકાય છે. તમે ગુલાબ જળથી આંખોને દિવસમાં ઓછામાં ઓછું બેવાર ધોઈ શકો છો. આ સિવાય ઝડપી રાહત માટે ગુલાબ જળને ડ્રોપ તરીકે પણ આંખોમાં નાખી શકો છો.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-amazing-eight-home-remedies-for-watery-eyes-problem-5049516-PHO.html?seq=3

Related Listings

મરચું, હળદર, ધાણાજીરું, આખું જીરું, હિંગ જેવા રોજબરોજના વપરાશમાં આવતા આ મસાલા આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો છે. મસાલા વગરનું ભોજન આપણે વિચારી પણ શકીએ એમ નથી. Read more…

Add a Review

Rate this by clicking a star below: