આટલી વસ્તુઓ ખાવાથી ચશ્મા લાગતા નથી, આંખો

Visited 338 times, 1 Visits today

View Location in Map

નબળી આંખો અને નાની ઉંમરમાં ચશ્મા લાગવા આજકાલ એક સામાન્ય સમસ્યા છે. આંખો નબળી હોવી આમ તો અનેક કારણો હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેનું મુખ્ય કારણ આનુવંશિક અને પોષક તત્વોની ખામી હોઈ શકે છે. એટલા માટે આંખોને નિરોગી રાખવા માટે વિટામીન્સ અને પોષક તત્વોનું નિયમિત સેવન ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેના નિયમિત સેવનથી આંખો હંમેશા સ્વસ્થ રહે છે અને ચશ્મા પણ નથી લાગતા.

-આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામીન એ, બી, સી અને ડીનું વિશેષ યોગદાન રહે છે. એટલા માટે રોજ વિટામીન એ, બી અને સીથી ભરપૂર ફળો અને અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ગાજર, આમળા, જામફળ, પપૈયુ, વગેરે ફ્રુટ્સ છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
-તમારા રોજના ભોજનમાં લસણ અને ડુંગળી સામેલ કરો. તેના સેવનથી શરીરને સલ્ફર અને એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
-ડ્રાયફ્રુટ્સને પોતાના ભોજનમાં સામેલ કરવાથી શરીરને યોગ્ય માત્રામાં ઊર્જા મળે છે સાથે જ એવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે, આંખોને સ્વસ્થ રાખે છે.
-દૂધ અને અન્ય ડેરી પ્રોડક્સનું નિયમિત સેવન પણ આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી આંખોને યોગ્ય માત્રામાં પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે.
-સોયા મિલ્કમાં વસા ઓછા અને પ્રોટીન વધુ હોય છે. તેમાં વિટામીન ઈની સાથે જ ફેટી એસીડ પણ જોવા મળે છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
-લીલા શાકભાજી અને આંખોને ભોજનમાં વધુને વધુ સામેલ કરો. તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ શરીરને સ્વસ્થ રાખે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-home-remedies-and-food-for-helthy-eyes-5048269-PHO.html?seq=2

Related Listings

દિવસ દરમિયાન પોટેશિયમની પર્યાપ્ત માત્રાનું સેવન ન માત્ર તમારા હૃદય માટે ફાયદાકારક હોય છે પરંતુ તે શારીરિક બાંધો અને માસપેશીઓ માટે પણ લાભકારી હોય છે. Read more…

તાજેતરમાં યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં છપાયેલા એક રિસર્ચ મુજબ રેસ્ટોરાંનું જમવાનું તમારા શરીરમાં વધારાની ૨૦૦ કેલરી ઉમેરે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: