આદુ પરિવારનો રક્ષક

Visited 685 times, 1 Visits today

View Location in Map

આદુનો ખાસ કરીને આપણે શાકભાજીના રૂપે જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ તે ગુણોથી ભરપુર છે. મોટાભાગના લોકોના ઘરે આદુ જોવા મળે છે પરંતુ દરેકની વાપરવાની રીત જુદી જુદી હોય છે. આદુનો ભોજન અને ઔષધિ એમ બંનેના રૂપે ઉપયોગ થાય છે. નાની મોટી બિમારીઓને દુર કરવા માટે પણ આદુ ખુબ જ ગુણકારી છે.

ઔષધિના રૂપે આનો પ્રયોગ શરદી, ઉધરસ, તાવ, સાઈટિકા, સાંધાનો દુ:ખાવો, કબજીયાત, કાનમાં દુ:ખાવો, મોચ આવવી વગેરેમાં ફાયદાકારક છે. તો આવો તેના થોડાક ફાયદા પણ જોઈએ-

* તાજા આદુને પીસીને કપડામાં નીચોવીને રસ કાઢી લો અને તે રોગીને પીવડાવો.

* આદુનો ઉકાળો અને તેનું ચુર્ણ પણ ફાયદાકારક છે.

* આદુનો ઉકાળો બનાવવા માટે સુકાયેલા આદુનુ ચુર્ણ લઈને તેને ત્રણ ચમચી ચાની સાથે એક ગ્લાસ પાણીની અંદર ભેળવીને ઉકાળો અને જ્યારે પાણી ચોથા ભાગનુ રહે ત્યારે તેને ગળીને ઉયયોગમાં લઈ શકાય છે.

* તાજા આદુને પીસીને જોઈંટ અને પેશિયો પર તેનો લેપ લગાવો અને તેની પર પટ્ટી બાંધી દો. આનાથી સાંધાનો દુ:ખાવો અને માંસપેશીમં થતો દુ:ખાવો ઓછો થઈ જશે.

* જો લેપને ગરમ કરીને લગાવવામાં આવે તો તે વધારે અસર કરે છે.

* જો કોઈને વધારે અને કફ થઈ ગયો હોય તો રાત્રે સુતી વખતે દૂધની સાથે આદુ ઉકાળીને પીવાથી સવારે કફ નીકળી જશે. આ પ્રક્રિયાને સતત 15 દિવસ સુધી કરવી. આદુવાળુ દૂધ પીધા બાદ પાણી ન પીવું.

Source By : gujarati webduniya
http://gujarati.webdunia.com/article/home-remedies.htm

Related Listings

વર્તમાન સમયમાં ભાગદોડવાળી દિનચર્યા સાથે મોટાભાગનાં લોકોનાં ખાન-પાન પણ અનિયમિત બન્યા છે. આ જ કારણ છે કે, નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યાઓ ચિંતિત કરતી રહે છે. Read more…

મોટાભાગના ફ્રૂટ્સની અંદરનાં સીડ્સ આપણે ફેંકી દઈએ છીએ, પરંતુ કેટલાક એવા પણ દાણા હોય છે જે શરીર માટે જે-તે ફળ જેટલા જ ગુણકારી હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: