આયર્નથી ભરપૂર શ્રેષ્ઠ વસ્તુઓ, ઝડપથી દૂર થશે હિમોગ્લોબીનની ઉણપ

Visited 619 times, 1 Visits today

View Location in Map

ખોરાકમાં રહેલાં અનેક પ્રકારના તત્વો માનવ શરીરના વિકાસમાં અત્યંત મહત્વના હોય છે તેમાંથી જ એક છે આયર્ન. પરંતુ ભાગ્યે જ લોકો આ અંગે જાગૃત હોય છે. શરીર માટે આયર્ન ખૂબ જ મહત્વનું તત્વ છે, શરીરમાં આયર્ન હોવાથી જ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આયર્ન ખૂબ જ મહત્વનું મિનરલ છે, કારણ કે તે ઓક્સિજનને મસલ્સ અને બીજાં અંગો તેમજ મગજ સુધી પહોંચાડવા માટે જવાબદાર છે. જો આયર્નનું પ્રમાણ ઓછું થાય તો માણસ થાકી જાય છે અને અશક્તિ અનુભવે છે. પરંતુ શરીરમાં આયર્નનું પ્રમાણ વધારે હોય તો સ્વાભાવિક રીતે જ તમારા હોઠ,આંગળીઓના નખ ગુલાબી અને ચમકતા હશે. જેથી આપણે આપણા ખોરાકમાં આયર્નથી ભરપૂર ખોરાકને સામેલ કરવું જોઈએ. એવા ઘણાં બધાં ખોરાક હોય છે જેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે અને જે સરળતાથી મળી પણ રહે છે. આજે એવા 10 ખાદ્ય પદાર્થો વિશે અમે તમને જણાવીશું.

શરીરમાં આર્યન ઓછું હશે તો પાંડુરોગ કે એનિમિયાની તો શક્યતા જ રહે છે. આપણા શરીરમાં એવી સિસ્ટમ ગોઠવાઇ છે કે, રક્તકણોના કોષોની ઉંમર થતા તેમજ તે તૂટતા પહેલાં આપણું શરીર રક્તકણોમાંથી આયર્ન ફરી ઉત્પન્ન કરી લે છે. રક્તકણોનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે અને તેથી હિમોગ્લોબીન દર ૪ મહિને બને છે.
સ્ત્રીઓમાં સામાન્ય હિમોગ્લોબીન હોય છે, જેમાંથી થોડું આયર્ન લિવરમાં (ફેરીટીન), મસલ્સ અને બોનમેરોમાં સંગ્રહ થતું હોય છે. આયર્નનું લોહીમાં શોષણ કરવા માટે વિટામિન સી (જે કોઈ પણ ખાટા ફળમાંથી મળે છે) ઉપરાંત આયર્ન સપ્લિમેન્ટસ (ઓછામાં ઓછું ૫૦ મિલીગ્રામ દિવસમાં એક વાર) લેવું જોઈએ.
ઘણી સ્ત્રીઓ ડોક્ટરની સલાહથી આયર્નની ગોળીઓ લે છે, ખાસ કરીને ગર્ભાવસ્થામાં. પરંતુ આ ગોળીઓ કબજિયાત કરે છે, તો આમ ન થાય તે માટે પૂરતો રેષાયુક્ત આહાર લેવો જોઈએ. (૧૧ ગ્રામ ૧૦૦૦ કેલેરીવાળો ખોરાક) અને પૂરતું પાણી જરૂરી છે.
દાડમ
દાડમનું સેવન લોહીમાં આયર્નની ઉણપને દૂર કરે છે. આમ તો દાડમનું સેવન સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દાડમનું સેવન એનિમીયા જેવી બીમારીઓથી છુટકારો અપાવે છે. આ સિવાય દરરોજ દાડમનું જ્યૂસ પીવાથી શરીરમાં લોહીનું સંચાલન યોગ્ય રીતે થાય છે. સ્વાદસભર દાડમમાં વિટામીન એ, સી, ઈ અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ પણ હોય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. દાડમ સ્વરતંત્ર, ફેફસા, લીવર, હૃદય, જઠર અને આંતરડાની બીમારીઓમાં ખુબ જ લાભદાયી છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-10-best-iron-rich-foods-which-makes-you-healthy-and-increase-hemoglobin-4992061-PHO.html?seq=5

Related Listings

Add a Review

Rate this by clicking a star below: