આયુર્વેદિક ઉપચારઃ અકાળે સફેદ+ખરતાં વાળની સમસ્યાથી મળશે છુટકારો!

Visited 713 times, 1 Visits today

View Location in Map

આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે. જો વાળ થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે. સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની સમસ્યા વધુ જોવા મળે છે અને આજકાલની ઝડપી લાઈફમાં વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી.
ખરતાં વાળને રોકવા માટેના ઉપચારઃ-
આજકાલ વાળ ખરવાની અને અકાળે સફેદ થવાની ફરિયાદ ખૂબ જ સાંભળવા મળે છે. એટલે આજે અમે તમને વાળ ખરવાનાં મુખ્ય કારણો અને તેની સરળ આયુર્વેદીય ચિકિત્સાનું સંક્ષિપ્ત નિરૂપણ આપી રહ્યા છીએ. જેમાં સૌથી પ્રથમ તમે જાણી શકશો વાળ ખરવાના કારણો..
– ટાઇફોઇડ કે મરડા જેવી બીમારી લાંબો સમય ચાલી હોય તો તેના મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરે છે.
– પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે. ઉપરાંત, પોષણનો અભાવ, વિટામિનનો ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે.
– વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું પ્રધાન કારણ ગણાવાય છે. વિરુદ્ધ આહાર-વિહારથી પણ વાળ ખરે છે.
– કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરે છે.
– વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાય છે.
– મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા માટે જવાબદાર ગણાય છે.
– સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરે છે.
– વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તોપણ વાળ વધારે ખરે છે. આમાં શારીરિક કે માનસિક વ્યાધિઓ પણ હોઈ શકે, જેમાં મંદબુદ્ધિ, અપસ્માર-વાઈ, સ્મૃતિભ્રંશ, ટાયાબિટીસ, ત્વચાના સોરાયસીસ જેવા રોગો, મસા, કૃશતા, સ્થૂળતા વગેરે ઘણી વિકૃતિઓ ગણાવી શકાય.
-આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
-કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
-અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, ચણાનો લોટ, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
-દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો.
-બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું. તેલ નાખ્યા પછી સવારે તડકામાં અડધો કલાક બેસવું.
-ચ્યવનપ્રાશ બે-બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લો.
-આરોગ્યર્વિધની :- બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.
-લોહાસવ :- જમ્યા પહેલાં ચાર-પાંચ ચમચી બપોરે અને રાત્રે તેમાં એટલું જ પાણી ઉમેરીને પીઓ.
Source By: gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-resolve-the-all-kind-of-hair-problems-with-this-one-ayurvedic-measure-5057517-PHO.html?seq=4

Related Listings

બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને સવારે ખાલી પેટે લેવાથી અનેક ફાયદા થાય છે. Read more…

ભોજન જીવનની મૂળભૂત જરૂરિયાત છે , શાસ્ત્ર કહે છે કે જીવન માટે ભોજન જરૂરી છે ન કે ભોજન માટે જીવન , સ્વાદના વશીભૂત હોય અમે ક્યારે-કયારે બિનજરૂરી… Read more…

Add a Review

Rate this by clicking a star below: