આ ખાદ્ય વસ્તુઓ શાકાહારી સમજવાની ભુલ ન કરતાં, આ છે હકીકત

Visited 822 times, 1 Visits today

View Location in Map

તમારા માટે શાકાહારી હોવાનું શું મતલબ છે? શું તમારા માટે તેનો મતલબ મીટ, ઈંડા, માછલી, દરિયાઈ ખોરાક અને પ્રાણીઓના શરીરના કોઈપણ ભાગથી બનેલા પદાર્થોથી દૂર રહેવું છે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણાં બધાં પ્રોસેસ્ડ ફૂડ જેને તમે શાકાહારી માનો છો તે શાકાહારી હોતા નથી. ખોટા લેબલ અને સામગ્રીની લિસ્ટિંગને કારણે એવું થાય છે. જેથી આજે અમે તમને કેટલાલ એવા જ ખોરાક વિશે જણાવીશું જે શાકાહારી લાગે છે પરંતુ તે વાસ્તવમાં શાકાહારી હોતા જ નથી.

ચીઝકેક
મોટાભાગના લોકો ડેઝર્ટ તરીકે પારંપરિક મીઠાઈઓની જગ્યાએ ચીઝકેક ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ચીઝકેક શાકાહારી નથી હોતી. કેટલીક કેકની કંપનીઓ ચીઝની સાથે જિલેટિન  (પ્રાણીઓની ખાલને ઓગાળીને બનાવેલી વસ્તુ)ને મિક્ષ કરે છે. જિલેટિન રંગહીન સ્વાદહીન ઠોસ પદાર્થ છે. જેથી ઘરમાં બનાવેલું ચીઝકેક ખાવું જોઈએ.
ઓરેન્જ જ્યૂસ
તમે ક્યારેય વિચાર્યુ નહીં હોય કે ઓરેન્જ જ્યૂસ શાકાહારી ન હોઈ શકે. પરંતુ આ વાત સાચી છે કારણ કે ઓરેન્જ જ્યૂસને હાર્ટ માટે હેલ્ધી માનવામાં આવે છે અને તેને બનાવતી વખતે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ માટે એન્કોવી (ખારાં સ્વાદવાળી નાની માછલી) અને સાર્ડિનને મિક્ષ કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડ લાનોલિનથી લેવાયેલા વિટામિન ડીનો ઉપયોગ કરે છે જે ઘેંટાના ઊનમાંથી પ્રાપ્ત થાય છે. જેથી નોનવેજ સામગ્રીથી બચવા પ્રોસેસ્ડ નહીં પણ તાજા ઓરેન્જ જ્યૂસનું સેવન કરવું.
માર્શમેલો
જો તમને માર્શમેલો બહુ જ ભાવે છે તો તમને જણાવી દઈએ કે માર્શમેલો શાકાહારી નથી હોતા કારણ કે મોટાભાગે માર્શમેલોમાં જિલેટિન (પ્રાણીઓની ખાલને ઓગાળીને બનાવેલી વસ્તુ) હોય છે. જેથી જો તમે ચુસ્ત શાકાહારી છો તો માર્શમેલો ન ખાવા જોઈએ.
બીયર
બધી પ્રકારની બીયર શાકાહારી નથી હોતી. ગિનીસ બીયરમાં બીયર બનાવવાની પ્રક્રિયામાં ફિશ બ્લેડરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે બીયરની આ કંપની બીયરના લેબલ પર આ વાતનો ઉલ્લેખ કરતી નથી. જેથી બીયરની કેટલીક બ્રાન્ડ યીસ્ટ ફિલ્ટર કરવા માટે ફિશ બ્લેડરનો ઉપયોગ કરે છે.
Source By : gujaratiwebduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-here-is-the-list-of-seven-vegetarian-foods-which-actually-nor-vegan-5111472-PHO.html?seq=5

Related Listings

થાયમોલ, મેથોલ, કૈફર(કપૂર) ને બરાબર માત્રામાં ભેળવીને તૈયાર ‘યુ વાયરલ’ ના મિશ્રણના ટીંપાને જો રૂમાલ કે ટીસ્યુ પેપર પર નાંખીને લોકો સુંઘે તો ભીડમાં માસ્ક પહેરીને જવાની… Read more…

Add a Review

Rate this by clicking a star below: