આપણામાંથી મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતાં જ હોઈએ છીએ, જેથી તે વેસ્ટ ન થાય. જોકે આવું કરવામાં કોઈ જ વાંધો નથી કારણે કે ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે. પરંતુ તમે ધણીવાર એવું સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે તેમાથી કેટલાક ખોરાક તો એવા હોય છે જેને વારંવાર ગરમ કરવાથી થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે તે ઝર બની જાય છે. જેથી તમારે ચોક્કસ જાણી લેવું જોઈએ એવા ખોરાકો વિશે. જેથી તમે અને તમારું પરિવાર વારંવાર ગરમ કરીને ખાતા થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી જાઓ.
બટાકા
આમ તો બટાકા ખાવા વિશે અનેક માન્યતાઓ છે પણ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે બટાકાનું સેવન લાભપ્રદ સાબિત થાય છે. તેમાં અનેક પોષક તત્વો રહેલાં હોય છે. પણ જ્યારે તમે બટાકાને અથવા તેમાંથી બનાવેલી કોઈ વસ્તુને લાંબા સમય સુધી ફ્રિઝમાં મૂકીને પછી ગરમ કરીને ખાઓ છો તો તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે સાથે જ તે વિષાક્ત પદાર્થમાં બદલાઈ જાય છે. જેથી તમારા પેટને ભારે નુકસાન થઈ શકે છે. તો આવું કરવાથી બચવું જોઈએ. બટાકાની વાનગીઓ તરત બનાવેલી જ ખાવી જોઈએ.
બીટ
બીટમાં નાઇટ્રેટની માત્રા વધારે હોય છે. જેથી તેને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને પછી તેને ખાવાથી તે શરીરમાં જઈને ઝેરનું કામ કરે છે.
પાલક
પાલકને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે પાલકમાં પણ નાઇટ્રેટની માત્રા વધારે હોય છે જેથી તેને ગરમ કરવાથી પાલક નાઈટ્રેટમાં પરિવર્તિત થઈ જાય છે. જે રોગોનું કારણ બને છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-7-food-items-you-should-never-reheat-it-is-injurious-to-health-5035095-PHO.html?seq=5