આ જડીબૂટ્ટીનો ઉપયોગ કરવાથી ઝડપથી લાંબા થશે વાળ, બનશે ભરાવદાર

Visited 717 times, 1 Visits today

View Location in Map

આજના સમયમાં કઈ એવી યુવતી કે સ્ત્રી હશે જેને લાંબા, ઘાટ્ટા અને સુંવાળા વાળ નહીં જોઈતા હોય? વાળ એક સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે અને આજકાલ તો લાંબા અને ખુલ્લા વાળ રાખવાની ફેશન ચાલી રહી છે. કોઈપણ યુવતી કે મોટી ઉંમરની સ્ત્રી પણ કેમ ન હોય તેમને વાળ ખુલ્લા જ રાખવા ગમે છે. પરંતુ એવું ત્યારે જ શક્ય બની શકે જ્યારે તમારા વાળ લાંબા અને સ્વસ્થ હોય. લાંબા અને ઘાટ્ટા વાળ અને વિવિધ હેયર સ્ટાઈલ સ્ત્રીના વ્યક્તિત્વમાં નિખાર લાવે છે.

પણ આજની ફાસ્ટ અને ખરાબ જીવનશૈલીને કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી અળગી રહી નથી. અત્યારે 10માંથી 8 સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઈ લગભગ 1.25 સેમી. વધે છે. પરંતુ જો તમારા વાળ ન વધી રહ્યા હોય કે વાળની કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી રહ્યા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે જ છે અને વાળ માટે વરદાન સમાન પણ છે. તો ચાલો આજે જાણી લો.

બટાકાનો રસ
બટાકાથી બનતી વાનગીઓ અને બટાકાનું શાક નાના-મોટા સૌનું ફેવરેટ હોય છે. મોટાભાગના લોકોને બટાકા ભાવતા જ હોય છે પરંતુ શું તમે જાણો છો કે બટાકા વાળને ઝડપથી વધવામાં પણ મદદ કરે છે. પરંતુ આના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ ખાસ પ્રયોગ માટે સૌથી પહેલાં બટાકાનો રસ કાઢીને તેને સ્કેલ્પમાં સરખી રીતે લગાવવું, પછી 15 મિનિટ બાદ વાળ ધોઈ લેવા. બટાકામાં વાળને પોષક મળે તેવા વિટામિન હોય છે જે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
મસાજ
વાળમાં તેલથી મસાજ કરવું એ વાળને લાંબા કરવા માટેનું ઉત્તમ પ્રાકૃતિક ઉપાય છે. મસાજ કરતાં પહેલાં તેલને થોડુ ગરમ કરી લેવું. મસાજ કરવાથી માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધે છે. જેનાથી વાળને પોષણ મળે છે. તેની સાથે વાળ મજબૂત અને ઘાટ્ટા બને છે. મસાજ માટે સરસિયું અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. સરસિયનું તેલ નવશેકું ગરમ કરીને સ્નાન કરતાં પહેલાં માથામાં માલિશ કરવી અને અડધા કલાક સુધી તેલ લાગેલું રહેવા દેવું ત્યારબાદ વાળ ધોઈ લેવા. સપ્તાહમાં એકવાર ઓઈલ મસાજ અવશ્ય કરવું.
કાકડી
કાકડી સ્વાસ્થ્ય માટે તો અત્યંત ગુણકારી હોય જ છે પરંતુ સાથે જ તે વાળને પણ સ્વસ્થ રાખે છે. કાકડીમાં સિલિકન અને સલ્ફરની માત્રા વધારે હોય છે આ કારણે તેના ઉપયોગથી વાળ બહુ જ જલ્દી વધે છે. તેના પ્રયોગ માટે સૌથી પહેલાં કાકડીનો રસ કાઢી લેવો. ત્યારબાદ આ રસથી વાળ ધોવા. આ સિવાય તમે કાકડીમાં ગાજર અને પાલકના રસને મિક્ષ કરીને તૈયાર કરેલો રસ નિયમિત પીવાથી પણ વાળને પોષણ મળે છે અને વાળ ઘાટ્ટા અને સ્વસ્થ થાય છે.

શિકાકાઈ
શિકાકાઈ અને આમળાના પાણીથી વાળ ધોવાથી વાળ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. તેના માટે શિકાકાઈ અને સૂકા આમળાને 25-25 ગ્રામની માત્રામાં લઈને થોડાક વાટીને તેના કટકા કરી લેવા, આ કટકાને 500 ગ્રામ પાણીમાં રાતે પલાળી દેવા. સવારે આ પાણીને સૂતરઉ કપડાંમાં મસળીને ગાળી લેવું અને તેનાથી માથામાં માલિશ કરવી. 10-20 મિનિટ બાદ સ્નાન કરી લેવું. આ રીતે શિકાકાઈ અને આમળાનાલ પાણીથી માથું ધોઈ અને વાળ સૂકાઈ જાય પઢી નારિયેળ તેલ લગાવવાથી વાળ લાંબા, ઘાટ્ટા, મજબૂત, સુંવાળા અને ચમકદાર બને છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-healthy-and-long-hair-11-ways-to-make-hair-grow-fast-5073812-PHO.html?seq=2

Related Listings

અથાણું આપણા બેસ્વાદ ભોજનમાં ચટકારો ઉમેરે છે. અથાણું એ ભારતીય ભોજનનું એક અભિન્ન ભાગ છે. દરેક ભારતીય ઘરમાં અથાણું તો હોય જ છે. Read more…

બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યા પણ દિવસે-દિવસે ખૂબ જ ઝડપથી વધતી જઈ રહી છે. આજે 10 માંથી 9 સ્ત્રીઓ વાળની સમસ્યાથી પીડાઈ રહી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: