આ પ્રકારની દવાઓનું સેવન કરવાથી શરીર બને છે રોગોનું ઘર, વધે છે વજન

Visited 1035 times, 1 Visits today

View Location in Map

વજન વધવું આજકાલ સાવ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે, જે પુરૂષોથી લઈને સ્ત્રીઓ અને બાળકોમાં પણ જોવા મળે છે. એટલા માટે જ ખાનપાનમાં બેદરકારી, ઉંઘ ન આવવી, અનુવાંશિક કારણો, સ્ટ્રેસ વગેરે સ્થૂળતા પાછળના કારણો હોઈ શકે છે પરંતુ હેરાન કરનારી વાત એ છે કે વધુ માત્રામાં દવાઓનું સેવન કરવાથી પણ વજનમાં ઝડપથી વધારો થાય છે. જોકે આમ તો મોટાભાગના લોકો જાણે જ છે કે દવાઓ ખાવાના કેટલાક સાઈડ ઈફેક્ટ હોય છે, જે તરત દેખાતા નથી પણ લાંબા ગાળે તેની ખરાબ અસરો ભોગવવી પડે છે પણ વજન વધવાની સમસ્યા થોડા જ સમસ્યામાં દેખાવા લાગે છે. કેટલાક રોગોને કાબૂમાં રાખવા માટે ખાવામાં આવતી દવાઓથી વજન ક્યારે વધી જાય છે સમજી શકાતું નથી અને પછી વજનને કાબૂ કરવું મુશ્કેલ બને છે. જેથી આજે અમે તમને જણાવીશું કે કેવી પ્રકારની દવાઓ તમને સ્થૂળતા તરફ ધકેલી રહી છે.
બર્થ કંટ્રોલ પિલ્સ
એક તરફ જ્યાં બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન મોટી સમસ્યાથી રાહત આપે છે ત્યાં જ તે વજન વધારવાનું કારણ પણ બને છે. આના સેવનથી ફ્લૂઈડ રિટેન્શન થાય છે જે હેલ્થ માટે નુકસાનકારક હોવાની સાથે વજન પણ વધારે છે. આ સિવાય બ્લીડિંગ, બ્રેસ્ટમાં ખેંચાણ, માથામાં દર્દ જેવી અનેક આડઅસરો થાય છે. એક રિસર્ચમાં આ વાત પણ જાણવા મળી કે મોટાભાગની સ્ત્રીઓ જેઓ આ પિલ્સનું સેવન કરે છે તેમના વજનમાં ખાસ કોઈ ફેર પડ્યો નહીં અને જેમનું વજન વધ્યું તેમનું 2-3 મહિનામાં વજન ઉતરી પણ ગયું.
એન્ટીડિપ્રેસેન્ટ દવાઓ
કામના તણાવ અને માનસિક પરેશાનીઓથી રાહત મેળવવા માટે લોકો આડઅસર જાણ્યા સમજ્યા વિના જ તરત જ દવાઓનું સેવન શરૂ કરી દેતા હોય છે. આ દવાઓમાં એવા ઘણા તત્વો રહેલાં હોય છે જે મૂડની સાથે ભૂખને પણ પ્રભાવિત કરે છે. જેના કારણે આ દવાઓનું સેવન કરી રહેલા 25 ટકા લોકોનું વજન સમયની સાથે 4-5 કિલો જેટલું વધી જાય છે.

માઈગ્રેનની દવાઓ
માથામાં દુઃખાવો થાય ત્યારે માઈગ્રેનની દવા લેવાતી તરત જ ફાયદો થાય છે પરંતુ આનાથી એટલી જ ઝડપથી વજન પણ વધે છે. રિસર્સમાં આ વાત સામે આવી છે કે આ દવાઓનો ઉપયોગ કરવાથી 70 ટકા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે.
ડાયાબિટીસની દવાઓ
ડાયાબિટીસથી પીડિત રોગીઓમાં વજન વધવાની સમસ્યા સામાન્ય વાત છે. ટાઈપ-2 ડાયાબિટીસના રોગીઓ જે દવાઓનું સેવન કરે છે તે વજન વધારવામાં ઘણી હદ સુધી જવાબદાર હોય છે. ઈન્સ્યુલિનથી સતત એક વર્ષમાં લોકોનું વજન 4-5 કિલો વધતું જોવા મળે છે.
આવી દવાઓના સેવનથી વજન વધવા પાછળ શું કારણ છે?
– આ દવાઓનું કામ શરીરમાં મેટાબોલિઝ્મને પ્રભાવિત કરે છે, જેના કારણે ખોરાક પચવાની, શરીરને પૂરતી એનર્જી મળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જે વજન વધવાનું મુખ્ય કારણ છે.
– શરીર પોતાના માટે જરૂરી પોષક તત્વોની પૂર્તિ ખોરાકથી જ કરે છે પરંતુ આ દવાઓ તેની આ ક્રિયાને સાવ ધીમી કરી દે છે.
– આ દવાઓ શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારે છે જેના કારણે ફેટ ટિશ્યૂઝ એક્ટિવ થાય છે.
Source By : gujaratiwebduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-medicine-side-effects-some-of-the-medicines-are-cause-of-the-weight-gain-5114307-PHO.html?seq=5

Related Listings

આમ તો રોજ સવારે નવશેકું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ તેમાં મધ મિક્ષ કરીને રોજ નવશેકું પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી… Read more…

* માથુ દુ:ખતું હોય અને જોરદાર તાવ આવી ગયો હોય તો ચંદનની લાકડીને ઘસીને તેનો લેપ માથા પર કરવાથી માથાનો દુ:ખાવો ઓછો થઈ જશે અને તાવ પણ… Read more…

Add a Review

Rate this by clicking a star below: