આ બીજ વાઇરલ ઇન્ફેક્શનથી આપે છે Protection, આ છે સ્વાસ્થ્ય ફાયદા!

Visited 533 times, 1 Visits today

View Location in Map

શું તમે જાણો છો કે, 4000 વર્ષોથી લીમડાનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવી રહ્યો છે? આ વાતમાં કંઇ આશ્ચર્ય થવાની જરૂર નથી કારણ કે, લીમડાથી થતા ફાયદાઓ વિશે આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ તેની સાથે લીમડાના બીજથી પણ ઘણા લાભ થાય છે. શું તમે લીમડાના બીજથી થતા ફાયદાઓ વિશે જાણવા માંગો છો? તો ચાલો આજે અમે તમને જણાવીશું લીમડાના બીજથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે.
લીમડાના બીજ કઇ રીતે ઉપયોગ છે?
આ વાતમાં કોઇ જ રહસ્ય નથી કે, લીમડાના પાનનો ઉપયોગ વિવિધ પ્રકારની ઔષધિઓના સ્વરૂપમાં કરવામાં આવે છે. હ્રદય સાથે સંબંધિત સમસ્યાઓ, વાઇરલ બીમારીઓ, આંખ સાથે સંબંધિત બીમારીઓ તથા આંતરડાની બીમારીઓ વગેરેના ઉપચારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણાં ઘરોમાં કપડાં અને ખાદ્ય પદાર્થોને કીટાણુઓથી બચાવવા માટે લીમડાનો ઉપયોગ પ્રાકૃતિક કીટનાશકની જેમ જ કરવામાં આવે છે. લીમડાના બીજ પણ ઘણા ઉપયોગી છે. અહીં તમે જાણી શકશો લીમડાના બીજના 10 અદભૂત ઉપાય…
1- ત્વચાની દેખરેખ માટેઃ-
લીમડાના બીજના તેલનો ઉપયોગ સામાન્ય રીતે હર્બલ ઉત્પાદોમાં ઘટક સ્વરૂપે કરવામાં આવે છે. આ લાભકારી તેલ સાબુ, ક્રીમ, લોશન, ફેસ વોશ વગેરેમાં મળી આવે છે. કારણ કે, આ એક પ્રાકૃતિક એન્ટીફંગલ અને એન્ટીસેપ્ટિક છે માટે જ તેનો ઉપયોગ ત્વચા સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ જેમ કે, સોરિસિસ, એક્ઝિમાં, ખીલ, રિંગવર્મ વગેરેમાં કરવામાં આવે છે. લીમડાના બીજના તેલથી તમારી ત્વચા નરમ, ચિકણી અને ચમકદાર બને છે. જેનાથી ત્વચા સ્વસ્થ્ય અને દાગ ધબ્બાથી મુક્ત રહે છે.
2. વાળની દેખરેખઃ-
સામાન્ય રીતે હર્બલ શેમ્પૂમાં લીમડાનું તેલ હોય છે. લીમડાના તેલ યુક્ત શેમ્પૂનો વાળ પર ખૂબ જ સારો પ્રભાવ પડે છે. લીમડાના શેમ્પૂથી વાળ ધોવા પર તે માત્ર સુંદર જ નથી દેખાતા પરંતુ તે વાળને ખરતાં પણ રોકે છે અને સમય પહેલાં વાળને સફેદ થતા પણ અટકાવે છે. વાળની તમામ સમસ્યાઓને તે દૂર રાખે છે. સ્વસ્થ્ય અને ચમકીલા વાળ માટે તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો.

3. આંખ અને કાનના રોગમાં કારગરઃ-
લીમડાના બીજના સત્વનો ઉપયોગ આંખ અને કાન માટે મલમ અને ડ્રોપ બનાવવા માટે કરવામાં આવે છે. જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે આંખ અને કાનોમાં સંક્રમણ પેદા કરનાર બેક્ટેરિયા સાથે લડવામાં મદદ કરે છે. નિષ્ણાંતો મુજબ આંખ અને કાનમાં કીટાણુઓ અને જીવાણુઓને કારણે થતા સંક્રમણના ઉપચારમાં લીમડાના બીજના સત્વથી બનેલાં ડ્રોપ્સ અને ઓઈટમેન્ટનો ઉપયોગ ખૂબ જ પ્રભાવી રીતે કરી શકાય છે.
4. મલેરિયાના રોગમાં સહાયકઃ-
આયુર્વેદિક ઔષધિ પ્રણાલીમાં મલેરિયાના પ્રભાવી ઉપચારમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાંતો મુજબ લીમડાના પીસેલાં બીજની દુર્ગધ મચ્છરોને દૂર રાખે છે તથા તેમને ઇંડા આપવાથી પણ રોકે છે. લીમડાના વૃક્ષના બીજથી મળતા લીમડાના શુદ્ધ તેલનો ઉપયોગ મચ્છરોને ઇંડા આપવાથી રોકે છે જેનાથી મલેરિયાની બીમારીથી બચી શકાય છે.
 Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-the-benefits-of-neem-seeds-how-can-this-seeds-save-from-viral-infection-4969859-PHO.html?seq=3

Related Listings

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ખાઈ ભોજન… Read more…

મોઢાની દુર્ગંધ દૂર કરવા : મોઢામાં દુર્ગંધ આવતી હોય તો રોજ સવારે એક જામફળના ઝાડનું એક પાન ચાવવાથી તેમાંથી છુટકારો મળશે. જામફળ ખાવુ પણ લાભદાયક છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: