આ માંથી કોઈ 1 ફેટ બર્નિંગ ડ્રિંક રોજ પીઓ, આખા શરીરની ચરબી થશે દૂર

Visited 484 times, 2 Visits today

View Location in Map

આજે જેને જુઓ તેને વજન ઘટાડવાનો ચસકો લાગ્યો છે. કોઈ ડાયટિંગ કરી વેઇટલોસ કરવાની ટ્રાય કરી રહ્યું છે તો કોઈ જીમમાં જઈ પરસેવો પાડી રહ્યું છે. પરંતુ જેમને વેઇટલોસનો મૂળભૂત સિદ્ધાંત ખબર છે તેમને ખબર છે કે વજન માત્ર ડાયટિંગથી પણ ઘટતું નથી અને માત્ર એક્સરસાઇઝથી પણ ઘટતું નથી. યોગ્ય અને લાંબા ગાળાનું પરિણામ જોઈતું હોય તો પોતાની જીવનશૈલીમાં આ બન્નેનું યોગ્ય સંયોજન આવશ્યક છે. તેમ છતાં કેટલાંક હેલ્થ ડ્રિન્ક્સ ચોક્કસ એવાં છે જે ફેટ બર્નિંગ પ્રોસેસમાં મદદ કરી તમારી વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. અહીં એવાં 6 અસરકારક હેલ્થ ડ્રિન્ક્સ વિશે અમે તમને જણાવીશું. જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે હેલ્ધી પણ છે.
 ડિટોક્સ જૂસ

જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો તમારા માટે ફ્રૂટ્સ અથવા વેજિટેબલ્સ અથવા આ બન્નેનું કોમ્બિનેશન ધરાવતા ડિટોક્સ જૂસથી સારું બીજું કશું નથી. સંતરાં, મોસંબી, અનાનસ જેવાં ખાટાં ફળો તથા ટમેટાં અને આમળાં જેવાં ખાટાં શાક ટૉક્સિન્સ તરીકે ઓળખાતા આંતરડામાં રહેલાં ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં સૌથી અસરકારક નીવડે છે. તેથી તમારા ડિટોક્સ જૂસમાં આ ફળો અને શાકનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ. એ સિવાય આદું, ગાજર, પાલક, બીટ અને સફરજન જેવાં શાકભાજી અને ફ્રૂટ્સનો ડિટોક્સ જૂસમાં ઉપયોગ પાચનશક્તિ તો વધારે જ છે સાથે શરીરને એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનો લાભ પણ મળે છે. કેટલાંક ઝેરી તત્વો એવાં હોય છે જે માત્ર આંતરડાંમાં જ નહીં બલકે ફ્રી રેડિકલ્સના સ્વરૂપે આખા શરીરમાં છૂટાંછવાયાં ફરી આપણને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ આ ફ્રી રેડિકલ્સને ભેગાં કરી એકસાથે શરીરમાંથી એનો નિકાલ કરે છે. તેથી જ અઠવાડિયામાં બેથી ત્રણ વાર આવાં ડિટોક્સ જૂસ લેવામાં આવે તો શરીરની આંતરિક શુદ્ધિથી માંડી વજન ઘટાડવા સુધીના અનેક ફાયદા મેળવી શકાય છે.

વેજિટેબલ જૂસ

વાત જો માત્ર વેજિટેબલ જૂસની જ કરીએ તો દૂધી, કોબી, બ્રોકોલી, ફ્લાવર વગેરેનો રસ શરીરમાંથી ટોક્સિન્સના નિકાલ ઉપરાંત વેઇટલૉસમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. વેજિટેબલ જૂસનો સૌથી મોટો ફાયદો એ છે કે એ શરીરમાં ફરતાં ફ્રી રેડિકલ્સને કાઢી આપણા સ્વાસ્થ્યને તો સુધારે જ છે સાથે એમાં હોર્મોન્સનું બેલેન્સ જાળવવામાં પણ સહાયક બને છે. આ વેજિટેબલ્સમાં રહેલાં કુદરતી ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ નામનાં તત્વો વજન ઘટાડવા માટે પર્ફેક્ટ હોવા ઉપરાંત એસિડિટીને કાબૂમાં રાખવામાં, લોહીમાં શુગરનું પ્રમાણ જાળવી રાખવામાં, શરીરમાં હૉર્મોન્સનું સંતુલન બનાવી રાખવામાં તથા મેટાબોલિઝમ સુધારવામાં પણ આપણી મદદ કરે છે.

ક્રેનબેરી અને પેરનું જૂસ

આમ તો એમનામાં રહેલાં ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સને ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ ફ્રૂટ્સનો જૂસ શરીર માટે લાભદાયક જ છે, પરંતુ એ બધામાં ક્રેનબેરી અને પેરના જૂસને સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ જૂસ માત્ર તમારું મેટાબોલિઝમ વધારી વજન ઘટાડવામાં જ મદદ કરતું નથી પરંતુ શરીર માટે જરૂરી બધાં જ વિટામિન્સ અને પ્રોટીન પૂરાં પાડી એનર્જી‍ લેવલ સુધારવામાં પણ મદદ કરે છે. એક બાજુ જ્યાં ક્રેનબેરી બ્લૅડરનાં વિવિધ ઇન્ફેક્શન સામે શરીરને રક્ષણ પૂરું પાડે છે તો બીજી બાજુ પેરમાં રહેલાં મૅગ્નેશિયમ, પોટૅશિયમ અને ફૉસ્ફરસ શરીરની વિવિધ ખનીજતત્વની આવશ્યકતા પૂરી કરે છે. આ સાથે બન્નેમાં રહેલાં વિટામિન અને કેલ્શિયમ હાડકાં મજબૂત કરવાનું કામ પણ કરે છે.

Source By : gujarati webduniya
 http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-6-natural-homemade-drinks-burn-your-extra-body-fat-5015050-PHO.html?seq=6

Related Listings

Add a Review

Rate this by clicking a star below: