આ વસ્તુઓ નિયમિત ખાઓ, યુવાનીનું જોમ ટકશે વર્ષોવર્ષ ને રહેશો નિરોગી

Visited 819 times, 2 Visits today

View Location in Map

હંમેશા જવાન રહેવું તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. લોકો યુવાની જાળવી રાખવા માટે અનેક જાતની કોસ્મેટિક્સ અને દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ખાવા-પીવા પર ધ્યાન આપ્યા વગર કોઈ પણ યુવાની બરકરાર રાખી શકતું નથી. રોજિંદા ડાયટમાં જો કેટલીક ખાદ્ય વસ્તુઓને નિયમિત સામેલ કરવામાં આવે અને ખાવા-પીવામાં પૂરતું ધ્યાન આપવામાં આવે તો હમેશાં સુંદર અને યુવાન રહી શકાય છે.
હકીકતમાં આપણા ખાન-પાનની સૌથી વધુ અસર આપણા શરીર અને ત્વચા પર પડે છે. જેથી આયુર્વેદમાં એવી 5 ખાસ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે આરોગવાથી તમે હમેશાં જવાન અને તંદુરસ્ત રહી શકો છો. તો ચાલો આજે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવી દઈએ.
આમળા-
આમળાને આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. આમળા ખાવાના તો અનેક ફાયદા છે. આમળાના રસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં એન્ટી બેક્ટરિયલ શક્તિનો સંચાર થાય છે અને રોગના ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે. આમળાને તમે ફ્રુટની જેમ કાચા પણ ખાઈ શકો છો અને તેને મીઠાના પાણીમાં બોળી રાખીનેલાંબો સમય રાખીને એ રીતે પણ ખાઈ શકો છો. આ ઉપરાંત તેનો મુરબ્બો કે ચ્યવનપ્રાશ બનાવીને સંગ્રહ કરીને આખું વર્ષ લાભ ઉઠાવીશકો છો. આ સિવાય તમે તેના રસનું સેવન પણ કરી શકો છો. સ્વાસ્થ્યથી લઈને, આંખો, વાળ, ત્વચા, અને અનેક સમસ્યાઓમાં આમળા અમૃતફળ જેવું કામ કરે છે.
આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જે આપણા શરીર માટે બહુ જ મહત્વનું પોષક તત્વ છે. વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી યુવાની જળવાઈ રહે છે. જેથી દરરોજ માત્ર એક આમળું ખાવાથી પણ તમારું યૌવન ખીલતું જશે. આ સાથે જ તેમાં રહેલું એન્ટીઓક્સિડેન્ટ આખા શરીર અને ત્વચાની સુંદરતામાં વધારો કરે છે. આમળા પર થયેલા સંશોધનોમાં ઘણામાં જાણવા મળ્યું છે કે તે કેન્સર સામે પણ રક્ષણ આપે છે.  આથી આમળાનું કોઈપણ સ્વરૂપમાં નિયમિત સેવન કરવાથી આયુષ્યમાં પણ વધારો થાય છે.

Related Listings

Add a Review

Rate this by clicking a star below: