આ સ્વાસ્થ્યવર્ધક કહેવાતી વસ્તુઓ ખરેખર કેટલી ગુણકારી? આ રીતે જાણો

Visited 498 times, 3 Visits today

View Location in Map

ગરમી હોય કે ઠંડી, કેટલીક વસ્તુઓ ઓલ ટાઈમ મનગમતી હોય છે. જેમાં કેટલીક વસ્તુઓને હેલ્ધી માનીને આપણે આપણે બે મોઢે ખાતાં હોઈએ છીએ. જેમ કે છાશ, બ્રેડ, બટર, પનીર વગેરે. પરંતુ આ વસ્તુઓને ખાતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુઓ ખાવાથી કેટલી કેલરી મળે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ વસ્તુ વધારે સ્વાસ્થ્યવર્ધક છે. જેથી તમે યોગ્ય વસ્તુઓનું સેવન કરી શકો. તો ચાલો આજે અમે તમને જણાવીશું કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે જેને તમે રોજ આરોગો છે.
વ્હાઈટ બ્રેડ કે બ્રાઉમ બ્રેડ, કઈ શ્રેષ્ઠ?
વ્હાઈટ બ્રેડના ફાયદા અને નુકસાન- સફેદ બ્રેડથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ બહુ ઝડપથી વધે છે. તેમાં રહેલું ગ્લાઈસિમિક ઈન્ડેક્સ શરીરની પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે અને શૂગરની આડઅસર શરીર પર પડવાની શરૂ થઈ જાય છે. સતત ગ્લાઈસિમિક ઈન્ડેક્સ શરીરમાં વધવાથી ડાયાબિટીસ, કિડનીમાં સ્ટોન અને હાર્ટની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તેમાં વિટામિન ડીની ઉણપ હોય છે. જેના કારણે પાચન ક્રિયામાં ગરબડ થાય છે. કબજિયાત અને પેટની સમસ્યા ઉદભવે છે અને કોલેસ્ટ્રોલ વધે છે.

બ્રાઉન બ્રેડના ફાયદા અને નુકસાન- આવી બ્રેડમાં ફાઈબર, વિટામિન બી12 અને ઈ હોવાથી પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. બ્લડશૂગર સંતુલિત થાય છે. કારણ કે તેમાં રહેલું કાર્બોહાઈડ્રેટ બહુ ધીમી ગતિએ શરીરમાં વધે છે પરંતુ આ બ્રેડ પણ વધુ પડતી ખાવાથી પાચન સંબંધી પરેશાનીઓ થઈ શકે છે.
ન્યૂટ્રિશનિસ્ટની સલાહ– સફેદ બ્રેડની સરખામણીમાં બ્રાઉન બ્રેડ વધુ ફાયદાકારક હોય છે. ભલે બન્નેની કેલરીમાં કોઈ ફેર પડતો નથી પરંતુ બ્રાઉન બ્રેડ ઘઉંમાંથી બને છે. તેમાં ફાઈબર અને વિટામિન બી કોમ્પલેક્સ હોવાથી તે પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.
ટોમેટો અને મસ્ટર્ડ સોસમાંથી કયું ઉત્તમ?
ટોમેટો સોસના ફાયદા અને નુકસાન- ટોમેટો સોસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ટોમેટો સોસ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેમાં રહેલું ફ્લેવોનાઈડ લાઈકોપીન ત્વચાને સૂર્યની કિરણોથી બચાવે છે. પરંતુ તેમાં હાઈ કોર્ન ફ્રૂક્ટોઝ સિરપ પણ હોય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને વોટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે.
મસ્ટર્ડ સોસના ફાયદા અને નુકસાન- મસ્ટર્ડ સોસમાં વિટામિન બી હોય છે, જે નર્વસ સિસ્ટમ અને મેટાબોલિઝમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, કોપર અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. સરસિયાના દાણામાં તેલ હોય છે. જેથી તેમાં કેલરી વધારે હોય છે.
ન્યૂટ્રિશનિસ્ટની સલાહ– દરેક પ્રકારના સોસમાં પ્રિઝર્વેટિવ હોય છે. જેથી કોઈપણ સોસને હેલ્ધી ન કહી શકાય. છતાં પણ મસ્ટર્ડ સોસની સરખામણીમાં ટોમેટો સોસ વધુ હેલ્ધી હોય છે. પરંતુ કોઈપણ સોસ ઓછી માત્રામાં જ ખાવું જોઈએ
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-if-you-eat-this-ten-healthy-food-than-know-about-its-benefit-and-harm-5054907-PHO.html?seq=3

Related Listings

* માથુ દુ:ખતું હોય અને જોરદાર તાવ આવી ગયો હોય તો ચંદનની લાકડીને ઘસીને તેનો લેપ માથા પર કરવાથી માથાનો દુ:ખાવો ઓછો થઈ જશે અને તાવ પણ… Read more…

જો કે આજકાલ પણ કેટલાક લોકો તેમની ઉંમરની સદી પૂર્ણ કરીને અઢળક અનુભવ અને શાંતિ પોતાની સાથે લઈ જાય છે અને આવા લોકોને પ્રકૃતિ પૂર્ણ જીવન માટે… Read more…

Add a Review

Rate this by clicking a star below: