આ 1 ઔષધીનો રસ પીવાથી સંપૂર્ણ શરીર રહેશે રોગમુક્ત, આ છે પ્રયોગવિધિ

Visited 505 times, 1 Visits today

View Location in Map

ધૃતકુમારી અર્થાત્ એલોવેરા 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી કેટલીક ગણતરીની જ ઔષધીય ગુણોથી યુક્ત હોય છે. તેની કેટલીક પ્રજાતીઓમાંથી એક છે જે સૌથી વધુ પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મિલર જેને અલોવેરા પણ કહેવામાં આવે છે.આપણા શરીરના પર્યાપ્ત વિકાસ માટે 21 એમીનો એસિડની જરૂરિયાત હોય છે. તેમાંથી 18 એમીનો એસિડ માત્ર એલોવેરામાં મળે છે. એલોવેરામાંથી જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન, પોટેશિયમ, ક્રોમિયમ, તાંબુ અને જસ્તા વગેરે ખનિજ લવણ પ્રાપ્ત થાય છે.

શું છે એલોવેરામાં ખાસઃ-
એલોવેરામાં 18 ધાતુ, 15 એમિનો એસિડ અને 15 વિટામીન મોજુદ હોયછે. તે લોહીની ખામીને દૂર કરીને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. એલોવેરાને જ્યૂસ ગર્ભાશયના રોગો અન પેટના વિકારોને દૂર કરે છે. ગરમી, ઠંડી અને વરસાદને કારણે નિકળતા ફોલ્લી-ફોડા ઉપર પણ તેનો રસ લગાવવાથી આરામ મળે છે. ગુલાબ જળમાં અલોવેરાનો રસ મેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ચમકી જાય છે.
શરીરમાં રહેલા હૃદય વિકાર, સાંધાના દુખાવો, ડાયાબિટીસ, યુરીનરી પ્રોબ્લેમ્સ, શરીરમાં જમા ઝેરી પદાર્થ વગેરેનો નાશ કરવામાં મદદગાર થાય છે. એલોવેરા (કુંવાર પાઠું) એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઇપણ બાબતમાં એલોવેરા અક્સીર ઇલાજ છે.

દાંતને સ્વસ્થ રાખે છેઃ-
એલોવેરા જ્યૂસ દાંતની પીળાશને સાફ કરી દે છે. તેને રોજ પીવાથી દાંત હંમેશા સ્વસ્થ જર્મ ફ્રી રહે છે. તે શ્વાસની દુર્ગંધને પણ દૂર કરે છે. એલોવેરાના જ્યૂસના કોગળા કરવાથી મુખના છાલા સારા થઈ જાય છે.
રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છેઃ-
એલોવેરા જ્યૂસ એક પ્રકારનું એનર્જી ડ્રિન્ક હોય છે. તેના નિયમિત સેવનથી દિવસભર તાજગી અને સ્ફૂર્તિ મહેસૂસ થાય છે. તે બોડીની સિસ્ટમને ઠીક કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-aloe-vera-is-the-best-herb-in-ayuveda-know-various-remedies-of-its-juice-4966944-PHO.html?seq=5

 

Related Listings

પાલક માનવ માટે એક અમૃત સમાન લાભકારી છે અને આ શાકભાજી એક સંપૂર્ણ ભોજન છે. પાલકમાં જે ગુણો હોય છે તે સામાન્ય રીતે અન્ય શાકભાજીઓમાં હોતા નથી. Read more…

Add a Review

Rate this by clicking a star below: