ઊલટી અને ઝાડાની સમસ્યામાંથી ઝડપી રાહત મેળવવા, ખાસ ઘરેલૂ ઉપાય

Visited 742 times, 1 Visits today

View Location in Map

ઝાડા-ઊલટી તથા કોલેરા સૂક્ષ્મ જીવોથી થતાં રોગ છે. નરી આંખે ન દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવો માણસનાં મળમાં હોય છે. ચોમાસામાં ગંદકીને કારણે આવા સૂક્ષ્મ જીવો પીવાનાં પાણી કે ખોરાકમાં ભળે અને ખોરાક-પાણીને દૂષિત કરે છે. માખી બેસતી હોય તેવો ખુલ્લો ખોરાક, અસ્વચ્છ હાથ કે નખના મેલ દ્વારા પણ આ સૂક્ષ્મ જીવો વ્યક્તિનાં શરીરમાં પહોંચે છે અને રોગ કરે છે.
આમ તો ઝાડા અને ઊલટી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કબજિયાત, અપચો, ગેસ કે ગભરામણમને કારણે ઊલટીની સમસ્યા સર્જાય શકે છે. કેટલાક લોકોને તો ચકડોળમાં બેસવાથી કે લાંબી મુસાફરી કરવાથી પણ ઊલટીની સમસ્યા થતી હોય છે. ત્યાં ગરમી, ઠંડી કે વરસાદમાં ખાવા અથવા પાણીમાં કરવામાં આવેલી બેદરકારીને કારણે ઝાડાની સમસ્યા વકરતી હોય છે. જેથી આજે અમે તમને ઝાડા અને ઊલટીની સમસ્યાના ઝડપી ઈલાજ માટે કેટલાક ખાસ ઘરેલૂ ઉપચાર જણાવીશું.
ઝાડા અને ઊલટી માટે ઘરેલૂ ઉપચાર
-તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી ઊલટીમાં રાહત મળે છે.
-આદુંનો રસ ને કાંદાનો રસ મેળવીને પીવાથી ઊલટીની સમસ્યામાં ઝડપથી ફાયદો થાય છે.
-ફુદીનાનો રસ પીવાથી ઊલટીમાં લાભ થાય છે.
-મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી મટે છે.
-ગોળને મધમાં મેળવીને લેવાથી ઊલટીમાં રાહત થાય છે.
-સુંઠ અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઊલટી મટે છે.
-રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ પર લેપ કરવાથી ઊલટી માટે છે.
-લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે.
– એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી ઊલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.

-એકાદ લીટર પાણીમાં દસેક ગ્રામ જેટલી ખાંડ અને એકાદ નાની ચમચી મીઠું(નમક) નાખી, ગરમ કરી બોટલમાં ભરી રાખવું. દર બે કલાકને અંતરે અડધો -અડધો ગ્લાસ જેટલું આવું પાણી પીવું. આનાથી ઝાડા બહુ ઝડપથી કાબુમાં આવી જાય છે.
-ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં આમલીનું પાણી મેળવીને આપવું.
-ઝાડામાં ઉપવાસ અત્યંત લાભદાયી છે.
-મલાઈ વિનાના દૂધની બનાવેલી છાસને સારી રીતે વલોવી થોડી સુંઠ નાખી પીવી, અને બીજું કશું ખાવું નહીં. વાયુ અને કફથી થતા ઝાડા અને બીજા અનેક રોગો છાસના સેવનથી મટે છે. એનાથી શરીરના માર્ગોની શુદ્ધી થાય છે. કફવાયુના કોઈપણ રોગમાં છાસથી ચડીયાતું ઔષધ નથી.
-સૂંઠ અને અજમાનો સમાન ભાગે બનાવેલો પાઉડર ૧-૧ ચમચી દર બે કલાકે પાણી સાથે ચારેક વખત લેવાથી ઝાડા મટે છે.
-ઝાડા એ અપચાનો રોગ છે, આથી પાચનતંત્રને સંપૂર્ણ આરામ આપવો. ઉપવાસ કે હલકો ખોરાક જ લેવો.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-home-remedies-for-vomit-and-loose-motion-problems-5055960-PHO.html?seq=3

Related Listings

કેટલાક લોકો એવું માને છે કે વજન ઉતારવું બહુ જ અઘરું હોય છે, પણ તમને જણાવી દઈએ કે વજન ઘટાડવાના ડાયટ પ્લાન સરળ હોય છે અને જેની… Read more…

Add a Review

Rate this by clicking a star below: