Kadhi | કઢી

Visited 557 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

250 ગ્રામ તુવેર દાળ
200 ગ્રામ ભીંડી
50 ગ્રામ કોબીફ્લાવર (ટુકડામાં સમારેલી)
50 ગ્રામ વાલોળ (ટુકડામાં સમારેલી)
1 સરગવાની સિંગ (ટુકડા કરેલી)
1 નંગ બટાટું (છાલ ઉતારીને ટુકડામાં સમારેલું)
1 થી 2 ટમેટા (સમારેલા)
1 નંગ ડુંગળી (સમારેલી)
2 થી 3 લસણની કળી
1 તમાલ પત્ર
1 ટુકડો તજ
2 લવિંગ
1 ચપટી હિંગ
1/2 ચમચી મેથીના દાણા
1/2 ચમચી રાઈના દાણા
2 કાશ્મીરી મરચા
5 કપ પાણી
તેલ (વઘાર માટે)

રીત

સૌપ્રથમ તુવેર દાળને 5 કપ પાણી અને સમારેલી ડુંગળી, લસણ અને ટમેટા સાથે પ્રેશર કુકરમાં બાફી લો. બફાયેલી દાળને ગ્રાઈન્ડ કરી લો. એક મોટા સોસ પેનમાં તેલ ગરમ કરીને હિંગ, મેથી અને રાઈના દાણા, તજ, લવિંગ, તમાલ પત્ર ઉમેરો. થોડી વાર સાંતળીને તેમાં બાફેલી તુવેર દાળનું મિશ્રણ ઉમેરો. આ દાળને ઉકળવા દો. હવે સમારેલા બધા જ શાકભાજીને કઢીમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરો. આ કઢીને અડધો કલાક સુધી ઉકળવા દો. બીજા એક નાના પેનમાં થોડા તેલ સાથે કાશ્મીરી મરચાંને તળી લો. તેને કઢી પર ગાર્નિશ કરો. ગરમા ગરમ સિંધી કઢી સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-special-sindhi-recipe-for-sunday-dinner-menu-5070686-PHO.html?seq=6

Related Listings

સામગ્રી એક કપ મગની દાળ એક ટમેટાની પ્યુરી એક ઈંચ આદુનો ટુકડો બે લીલા મરચા એક ચમચી હળદર અડધી ચમચી જીરૂ એક ચમચી વાટેલા મરી એક ચમચી… Read more…

Add a Review

Rate this by clicking a star below: