Karela Ravaiya | કારેલાના રવૈયા

Visited 559 times, 1 Visits today

View Location in Map

કારેલાનું નામ સાંભળીને જ આપણા માંથી મોટાભાગના લોકોના નાકના ટેરવાં ઉંચા થઈ જાય. આપણામાં કહેવત છે ને કે ‘કડવા કારેલાના છે સો ગુણ’. કારેલાનો સ્વાદ ભલે કડવો હોય પરંતુ તેમાં ગુણ એટલા બઘા છે કે તમે પોતાના આહારમાંથી એને બહાર જ ન નીકાળી શકો. આજે આ કડવા કારેલાને ટેસ્ટી બનાવો આ રીતે.

સામગ્રી
ચાર કારેલાં ભરવા માટે
ચાર ચમચી ચણાનો લોટ
સિંગનો અધકચરો ભુક્કો
કોપરાનું ખમણ
દોઢ ચમચી લાલ મરચું
બે ચમચી ધાણાજીરુંનો પાઉડર
અડધી ચમચી હળદર
બે ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે

વઘાર માટે
દોઢ ચમચી તેલ
અડધી ચમચી રાઈ
અડધી ચમચી જીરું
લીમડો

રીત
કારેલાંની છાલ કાઢી એમાં વચ્ચેથી ચીરો પાડો અને બધાં બી કાઢી લો. ત્યાર બાદ એને મીઠું લગાવીને દસ મિનિટ રાખો અને પછી ધોઈ લો.
એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું, ધાણાજીરુંનો પાઉડર, અધકચરો સીંગનો ભુક્કો,કોપરાનું ખમણ અને મીઠું લો. એમાં તેલ નાખીને બધું મિક્સ કરીને પૂરણ બનાવો. એક કારેલાના બે ટુકડા કરો.
દરેક ટુકડામાં તૈયાર કરેલું પૂરણ ભરો. પૂરણ ભર્યા બાદ કારેલાંને વરાળમાં બાફી લો. કારેલાં બફાઈ જાય એટલે એક ડિશમાં કાઢો.
ત્યાર બાદ એક વઘારિયામાં તેલ લઈ એમાં રાઈ, જીરું તેમ જ લીમડાનો વઘાર કરો. આ વઘારને બાફેલાં કારેલાં પર પાથરો.
ભરેલાં કારેલાં તૈયાર. અહીં જો તમને ગળપણ ભાવતું હોય તો પૂરણમાં ગોળ પણ ઉમેરી શકાય.

Source By:Sandesh

http://www.sandesh.com/article.aspx?newsid=3112445

Related Listings

સામગ્રી કોફતા માટે 500 ગ્રામ દુધી છીણેલી 50 ગ્રામ બેસ ½ લીલુ મરચું સમારેલુ ½ ઈંચ આદુનો ટુકડો 2 ચપટી લાલ મરચું 1 ચમચો સમારેલી કોથમીર મીઠુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: