કેમ જરૂરી છે શરીર માટે આયોડીન, તેના ફાયદા અને શેમાંથી મળશે જાણો

Visited 416 times, 1 Visits today

View Location in Map

આયોડીન આપણા શરીરના વિકાસ માટે બહુ જરૂરી પોષક તત્વ છે, ગર્ભાવસ્થા દરમિયાન તેની વધારે જરૂર પડે છે. શરીરમાં આયોડીનની ઉણપને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉદભવે છે. આયોડીન તમારા બાળકના મગજના વિકાસ અને થાઈરોઈડ ગ્રંથિને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે પણ અત્યંત જરૂરી હોય છે. આ એક માઈક્રોપોષક તત્વ છે. જેની આપણા શરીરના વિકાસ અને જીવવા માટે ઓછી માત્રામાં જરૂર હોય છે. આયોડીન આપણા શરીરના તાપમાનને નિયમિત કરે છે. આ રીતે આયોડીનનું સેવન બહુ જરૂરી હોય છે અને તેની ઉણપને કારણે અનેક તકલીફો ભોગવવી પડે છે જેથી શરીરમાં આયોડીનની ઉણપ ન થવા દેવી અને આયોડીનવાળો ખોરાક લેવો.
કેટલું આયોડીન જરૂરી
આયોડીનના સેવનનું મતલબ એ નથી કે આયોડીન જ આરોગતા રહેવું. એક વ્યક્તિને આખા જીવનમાં એક નાની ચમચીથી પણ ઓછા આયોડીનની જરૂર હોય છે. જોકે આયોડીન શરીરમાં જમા થઈ શકતું નથી, જેથી તેને રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ. WHO એ વ્યક્તિ પ્રમાણે તેની માટે આયોડીનની માત્રા નિર્ધારિત કરી છે. ગર્ભવતી સ્ત્રીઓએ 200-220 માઈક્રોગ્રામ, સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ 250-290 માઈક્રોગ્રામ, 1 વર્ષથી નાના બાળકોએ 50-90 માઈક્રોગ્રામ, 1-11 વર્ષની વચ્ચેના બાળકોએ 90-120 માઈક્રોગ્રામ અને વયસ્કો અને કિશોરો માટે 150 માઈક્રોગ્રામ આયોડીન દરરોજ લેવું જોઈએ.

શેમાંથી મળશે આયોડીન
બટાકામાં આયોડીન હોય છે, બટાકાને આયોડીનનો પ્રાકૃતિક સ્ત્રોત માનવામાં આવે છે. છાલ કાઢ્યા વિનાના બટાકાને પકાવીને અથવા તેને બાફીને ખાવાથી 60 માઈક્રોગ્રામ આયોડીન મળે છે. આમ તો બધાં પ્રકારના બટાકામાં આયોડીન હોય છે, પરંતુ ઓર્ગેનિક બટાકાને આયોડીન માટેનું સૌથી સારું સ્ત્રોત માનવામાં આવે છે. જેથી તમારા નિયમિત ખોરાકમાં બટાકાને સામેલ કરવું અને તેનો ઉપયોગ પણ છાલ સાથે જ કરવો.
હિમાલય ક્રિસ્ટલ સોલ્ટ
આ સોલ્ટને બ્રાઉન સોલ્ટ પણ કહેવાય છે. આ સોલ્ટ આયોડીનનો સૌથી સારો સ્ત્રોત છે. જોકે બધાં પ્રકારના સોલ્ટમાં આયોડીન હોય જ છે. જોકે આર્ગેનિક હિમાલય સોલ્ટમાં લગભગ 500 માઈક્રોગ્રામ આયોડીન હોય છે. આ સરળતાથી મળી પણ રહે છે. જેથી તમે આયોડીન માટે આ સોલ્ટનો ઉપયોગ કરી શકો છો.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-iodine-best-source-of-iodine-and-its-benefits-5100891-PHO.html?seq=2

Related Listings

આમલી પાચક અને પિત્ત વિકારો માટે રામબાણ ઔષધિ છે. ખાદ્ય પદાર્થ અને ઔષધિના રૂપમાં આમલીનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: