કોઈપણ ઋતુ હોય રોજ ચણા ખાવાથી, દૂર થશે નપુંસકતા ને મળશે ફાયદા

Visited 1250 times, 1 Visits today

View Location in Map

આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ચણા અને ચણાની દાળ બંનેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે. ઘોડાને આ જ કારણથી ચણાની ચંદી ખવડાવાય છે.  રોજ 50 ગ્રામ ચણા ખાવા શરીર માટે ખૂબ જ લાભકારી છે. દરરોજ ચણાનું સેવન કરવાથી રોગોની સારવાર આપમેળે જ થઈ જાય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, રેશા, કેલ્શિયમ, આયરન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.
ચણા ખૂબ જ પૌષ્ટિક છે. તે હળકા, ઠંડા,  રંગ સુધારનાર અને બળવર્ધક છે. ચણાનું સેવન કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વગેરેમાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે કારણ કે તે સસ્તા હોય છે પરંતુ આ સસ્તી વસ્તુમાં મોટી મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા રહેલી છે. ચણાના સેવનથી સુંદરતા વધે છે સાથે જ મગજ પણ તેજ બને છે. મેદસ્વિતા ઘટાડવા માટે રોજ નાસ્તામાં ચણા લો. અંકુરિત ચણા 3 વર્ષ સુધી ખાતા રહેવાથી કુષ્ટ રોગમાં લાભ મળે છે. આ સિવાય પણ ચણાના અઢળક લાભ છે જે આજે અમે તમને જણાવીશું.
-રાત્રે ૫૦ ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખુબ ચાવીને ખાવા. માત્ર એક મહીનાના પ્રયોગથી જ શરીર શક્તિવાન બનશે અને ખુબ લાભ થશે. આ પ્રયોગ દરમિયાન બહુ ખાવું નહીં. વારંવાર કે આચરકુચર ખાવું નહીં. નહીંતર ચણા પચશે નહીં અને ગેસ કરશે.
-કમળાના રોગમાં શેકેલા, બાફેલા કે પલાળેલા ચણા ખુબ ચાવીને ખાવાથી તે દવાનું કામ કરે છે.
-ચીનાઈ માટીના વાસણમાં રાતે ચણા પલાળી દો. આ ચણા સવારે ચાવી-ચાવીને ખાઓ. તેના લગાતાર સેવનથી વીર્યમાં વધારો થાય છે, સાથે જ પુરુષોની નપુંસકતા દૂર થઈ જાય છે.
-50 ગ્રામ ચણા પાણીમાં ઉકાળીને મસળી લો. આ પાણી ગરમ-ગરમ પીવો. લગભગ એક મહિના સુધી પીવાથી જળોદર રોગ દૂર થઈ જાય છે.
– ગોળ અને ચણા ખાવાથી પણ મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. રોજ શેકેલા ચણાના સેવનથી બવાસીરની સમસ્યા દૂર થઈ જાય છે.
-વારંવાર પેશાબ આવવાની બીમારીમાં શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ.
 Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-health-benefits-of-eating-gram-5075981-PHO.html?seq=2

Related Listings

Add a Review

Rate this by clicking a star below: