કોઈપણ સિઝનમાં નવશેકુ પાણી+મધ+લીંબુ પીવાથી, મળશે COMBO ફાયદા

Visited 1064 times, 2 Visits today

View Location in Map

બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને સવારે ખાલી પેટે લેવાથી અનેક ફાયદા થાય છે. કેટલાક લોકો તો વજન ઓછું કરવા માટે આ નુસખાનો ઉપાય અજમાવે છે.જો તમે પણ એ લોકોમાંથી જ છો તો મોટાભાગે એવી વાતોને લઈને ગૂંચવણમાં રહે છે કે આ સાધારણ વસ્તુઓ સ્વાસ્થ ઉપર અસર કરશે કે નહીં. શું સ્વાસ્થ ઉપર તેની સાચે જ અસર થશે. જો હા, તો અમે તમને બતાવી રહ્યા છીએ રોજ સવારે ગરમ પાણીમાં થોડુ લીંબુ અને મધ મેળવીને પીવાથી થતા ફાયદા વિશે.
મધ, લીંબુ અને ગરમ પાણીનું રોજ સવારે સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ સારું રહે છે. તેનાથી શરીરનું સુગર લેવલ સામાન્ય બની રહે છે. જેનાથી દિવસભર ગળ્યું ખાવાની ઈચ્છા નથી થતી. ડાયટિંગને અસરકારક બનાવવા માટે પણ તેનું સેવન ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી વર્કઆઉટથી વધુ વજન ઘટાડી શકાય છે. આજે જાણો તેના ચમત્કારી ફાયદા.

મુખમાં આવતી દુર્ગંધ માટે
લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. રોજ જમ્યા પછી જો તમારા મુખમાંથી વાસ આવતી હોય તો તમારે જમીને તરત જ એક લીંબુ ચુસી લેવું જોઇએ. આવું કરવાથી તમારા મુખમાથી આવતી વાસ દૂર થઇ જશે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
મધ અને લીંબુનું નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મધ અને લીંબુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પોષક તત્વો શરીરને સિઝન બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે. એવી અનેક શોધ થઈ છે જેમાં ગરમ પાણીમાં મધનું સેવન કરવાના અનેક ફાયદા થતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
દમ, હિચકી, ખારાશ વગેરે રોગમાં પણ તળેલા-શેકેલા પદાર્થોનું સેવન કર્યા પછી ગરમ પાણી પીવાનું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.
-રોજ એક ગ્લાસ ગરમ પાણી માથાના સેલ્સ માટે એક ગજબના ટોનિકનું કામ કરે છે. તે માથાની ત્વચાને હાઈડ્રેટ કરે છે. જેનાથી સ્કિન ડ્રાય થવાની સમસ્યા દૂર થઈ જાય છે.
-હંમેશા યુવાન રહેવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ગરમ પાણી એક સારી ઔષધીનું કામ કરે છે.
-જો તમે સ્કિન પ્રોબ્લેમથી પરેશાન હો કે ગ્લોઈંગ સ્કિન માટે અનેક પ્રકારના કોસ્મેટિક યુઝ કરીને થાકી ગયા છો તો રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી સ્કિન પ્રોબ્લેમ ફ્રી થઈ જશે અને ત્વચા ગ્લો કરવા લાગશે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-various-health-benefits-of-drinking-warm-water-with-lemon-and-honey-5018791-PHO.html?seq=6

Related Listings

આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ચણા અને ચણાની દાળ બંનેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે. ઘોડાને આ જ કારણથી ચણાની ચંદી ખવડાવાય છે. Read more…

સામાન્ય રીતે આજના યુવાનોની લાઈફ સ્ટાઈલને લીધે વાળ ઝડપથી સફેદ થઈ જતા હોય છે અને ત્યારબાદ માથામાં ખોડો થવાને લીધે વાળ ખરવાની પણ ફરિયાદ રહેતી હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: