ખરાબ લોહીને ઝડપથી શુદ્ધ બનાવે છે આ સુપર ફૂડ, કોઈ 1 રોજ ખાઓ

Visited 572 times, 1 Visits today

View Location in Map

લોહી શરીરનું સૌથી મહત્વપૂર્ણ તત્વ હોય છે જે પોષક તત્વો અને ઓક્સિજનને આખા શરીરમાં લઇ જાય છે. શરીરની લગભગ તમામ પ્રણાલીઓ રક્તસંચાર પર જ નિર્ભર કરે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય અથવા લોહી સાફ ન હોય તો શરીરમાં અનેક રોગ ઉત્પન્ન થઇ જાય છે. તેથી શરીરમાં લોહીની યોગ્ય અને સાફ માત્રા હોવી ખૂબ જ જરૂરી છે. શુદ્ધ રક્ત માટે એવું ભોજન અથવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ જે લોહીમાંથી વિષાક્ત તત્વ અને અશુદ્ધિઓ બહાર કાઢે અને લોહી સાફ થઇ જાય. પોષક તત્વોથી ભરપૂર ભોજન, શરીરના રક્તને સાફ અને શુદ્ધ બનાવે છે. ફળ, શાકભાજી, હર્બ્સ, મસાલા, જ્યૂસ અને ચા જેવી વસ્તુઓ લોહીની અશુદ્ધિઓને પ્રાકૃતિક રીતે બહાર કાઢે છે અને તેનાથી કોઇ નુકસાન પણ નથી થતું. જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે બતાવીશું જે પ્રાકૃતિક રીતે તમારા લોહીને શુદ્ધ બનાવશે.

સફરજન
સફરજનમાં ભરપૂર માત્રામાં પેક્ટિન જોવા મળે છે, આ એક પ્રકારનું ફાઇબર છે જે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત રાખે છે. તેના સેવનથી શરીરમાં ધાત્વિક ગુણ પહોંચે છે જે ઝેરી તત્વોને સાફ કરે છે. ઉપરાંત આંતરડા અને પેટ માટે સુપાચ્ય અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ સિવાય તેમાં વિટામિન સીની પણ સારી માત્રા હોય છે. જેથી રોજ સફરજન ખાવું જોઈએ.
એવોકાડો
એવોકાડો એક મેક્સિકન ફ્રૂટ છે જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. જેમ કે ફાઈબર, વિટામિન એ, સી, બી-6, વી-12, ડી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ હોય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટી જાય છે અને રક્તવાહિનીઓમાં લોહીનો સંચાર સારી રીતે થાય છે. એવોકાડોમાં ગ્લૂટાથીઓન નામનું પોષક તત્વ હોય છે જે લિવરના ઝેરી તત્વોને દૂર કરે છે.

હળદર
હળદરમાં મેગનીઝ, આયર્ન, વિટામિન બી6, ફાઈબર જેવા પોષક તત્વો રહેલાં હોય છે. હળદર પીળા રંગનો એવો મસાલો છે જે ભારતીય ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ મસાલામાં સૌથી વધારે ઔષધિય ગુણો હોય છે. તેના સેવનથી રક્તની અશુદ્ધિઓ દુર થઇ જાય છે. શરીરમાં પેદા થતા ઝેરીલા તત્વો હળદરના મસાલાના કારણે પ્રાકૃતિક રૂપથી શરીરની બહાર નિકળી જાય છે.
ચા
જેમ અનેક જડીબુટીઓની મદદથી રક્તને શુદ્ધ કરવામાં આવે છે, તેવી જ રીતે ચાના યોગ્ય માત્રામાં સેવન, રક્તની અશુદ્ધિઓને બહાર કાઢીને સાફ કરી દે છે. આ આખી દુનિયામાં બ્લડ પ્યુરીફાઇડ કરવાનો સૌથી સરળ રસ્તો ગણવામાં આવે છે. લોકો આદુની ચા, પિપરમિન્ટ ચા અને ડન્ડેલિઅન ચા પીવાનું પસંદ કરે છે. ગ્રીન ટી પણ બ્લડ માટે ઘણી લાભદાયક હોય છે. તેના સેવનથી રક્તની અશુદ્ધિઓ દૂર થઇ જાય છે.

લસણ
લસણમાં મેગનીઝ, વિટામિન બી6, સી, બી1, કોપર, સેલેનિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોવાથી આ એક અત્યંત ગુણકારી વસ્તુ માનવામાં આવે છે. લસણ ખાવાથી શરીરમાં હાનિકારક બેક્ટેરિયા, આંતરડાંના પરજીવી અને વાઇરસ બહાર નિકળે છે. તેમાં એન્ટિ કેન્સર અને એન્ટિ ઓક્સિડેન્ટ તત્વ હોય છે. જે શરીરની અશુદ્ધિઓને દુર કરે છે અને લોહીને શુદ્ધ રાખે છે.
નારંગી
નારંગીમાં વિટામિન સી તો ભરપૂર માત્રામાં હોય જ છે. આ સિવાય તેમાં ફાઈબર, ફોલેટ, વિટામિન બી1, કોપર, પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે. નારંગીના સેવનથી પણ લોહી શુદ્ધ થાય છે. સવારે નાસ્તામાં નારંગી ખાવાથી અથવા તેનો જ્યૂસ પીવાથી રક્તની અશુદ્ધિ સંબંધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. તેમાં પેક્ટિન ફાઇબર હોય છે જે શરીરની અશુદ્ધિઓને દૂર કરે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-blood-purifier-food-eat-10-natural-blood-purifier-food-healthy-life-eat-daily-5100591-PHO.html?seq=5

Related Listings

અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: