Khata Brinjal | ખાટા રીંગણ

Visited 608 times, 2 Visits today

View Location in Map

સામગ્રી

આઠ-દસ નાના રીંગણ
અડધી ચમચી હળદર
બે ચમચા તેલ
અડધી ચમચી હિંગ
એક ચમચી જીરૂ
એક ચમચી વરીયાળી
બે ચમચા સમારેલી લીલી કોથમીર
બે સમારેલા લીલા મરચા
અડધો કપ પુદીનાના પાન સમારેલા
ચાર કપ દહીં
બે ચમચી ધાણાજીરૂ
એક ચમચી લાલ મરચું
દોઢ ચમચી આમચૂર
મીઠુ સ્વાદ અનુસાર

રીત
રીંગણને ધોઈને સાફ કરી લો. ડિંટીયા કાપવા નહીં. રીંગણમાં ચીરા મુકી ચાર ભાગ કરો. પાણીમાં ચપટી હળદર ઉમેરી તેમાં આ રીંગણ ડુબાડી દો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂ, હિંગ, વરીયાળી ઉમેરી સાંતળો. હવે પાણીમાંથી કાઢેલા રીંગણ તેમા મૂકો અને તેની સાથે જ લાલ મરચું, ધાણાજીરૂ, હળદર ઉમેરી ઢાંકી દો. ધીમા તાપે 10-12 મિનીટ પકાવો. વચ્ચે વચ્ચે રીંગણને પલટતા રહો.
કોથમીર, પુદીના, લીલા મરચા, આમચૂર પાઉડર અને 2 કપ દહીં મિક્સ કરી તેને પીસીને ચટણી બનાવી લો. તેમાં જરૂર પ્રમાણે મીઠુ ઉમેરો. આ ચટણીને પાકી ગયેલા રીંગણ સાથે મિક્સ કરો અને 4-5 મિનીટ પકાવો. તૈયાર છે ખાટા રીંગણ

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-various-type-of-all-time-favourite-baingan-curry-recipe-5083079-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -250 ગ્રામ બટાટા(લગભગ 3 મઘ્યમ કદના) -1 નંગ લીલું મરચું સમારેલું -1/2 ઈંચનો આદુંનો ટુકડો -2 ટીસ્પૂન જીરૂં -1/8 ટીસ્પૂન હિંગ -1/4 ટીસ્પૂન હળદર -1/2 ટીસ્પૂન… Read more…

Add a Review

Rate this by clicking a star below: