ગંભીર બીમારીઓ સામે રક્ષણ જોઈએ તો, રોજ આ રીતે 4 ખાઓ અખરોટ!

Visited 415 times, 1 Visits today

View Location in Map

અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. તેમાં એએલએ(અલ્ફા-લિનોલેનિક એસિડ) હોય છે, જે ખૂબ જ ઉપયોગી તત્વ છે. શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. ઘણા લોકો અખરોટના ગુણધર્મોથી અજાણ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અખરોટ બહુ સારું ગણાય છે. અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં સુરક્ષા પૂરી પાડે છે. અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે. આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે. તો ચાલો જાણીએ તેના અદભુત સ્વાસ્થ્ય લાભ વિશે.

અખરોટના લાભ –
હૃદય માટે લાભદાયક – અખરોટના સેવનથી હૃદયની બીમારીને ઘણી હદ સુધી ટાળી શકાય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે. તો એવા લોકો જેમને હૃદય સંબંધી બીમારી છે તેમણે રોજ અખરોટ ખાવા જોઇએ.
ઊંઘવામાં મદદરૂપ – શું તમને ઊંઘ નથી આવતી? આનો ઇલાજ અહીં છે. અખરોટ ઊંઘ લાવવામાં બહુ લાભદાયક છે કારણ કે તેમાંથી એક હોર્મોન નીકળે છે જેનું નામ મિલાટોનિન હોય છે જેનાથી આરામ મળે છે. સારી ઊંઘ મેળવવા માટે તે યોગ્ય પ્રમાણમાં મિલાટોનિન રીલિઝ કરે છે.
અખરોટ ખાવાથી હાંડકાં મજબૂત થાય છે. સાથે જ તે દાંત માટે પણ શ્રેષ્ઠ હોય છે. ડેન્ટિસ્ટ પણ સ્વસ્થ દાંત માટે તેને રોજ સેવન કરવાની સલાહ આપે છે.
અખરોટના કડક આવરણને બાળી તેની ભસ્મ ભેગી કરો અને તેમાં પાંચથી દસ ગ્રામ ગોળ મિકસ કરો અને તે રોજ પાંચથી દસ ગ્રામની માત્રામાં પ્રી-પ્રીમેચ્યુર ઈંજેકુલેશનથી પિડાતા રોગીને આપો તુરંત લાભ જણાશે. તેની છાલથી ઘા ધોવામાં આવે તો હીલિંગનુ કામ કરે છે.
મહિલાઓમાં માસિક સમસ્યા હોય ત્યારે અખરોટના કઠોર આવરણનુ ચૂરણ બનાવી 20 થી 25 મિલીની માત્રામાં મધ સાથે લેવામાં આવે તો લાભ થાય છે.
અખરોટ ખાવાથી શરીરમાંથી મિલાટોનિન નામનું હોર્મોન સ્ત્રાવ થાય છે. જેનાથી બોડીને આરામ મળે છે. આ કારણ છે કે અખરોટના નિયમિત સેવનથી ગાઢ નિંદ્રા(ઊંઘ) આવે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-20-various-benefits-of-walnut-and-its-oil-4989901-PHO.html?seq=5

Related Listings

Add a Review

Rate this by clicking a star below: