ગરમ દૂધ પીવાના છે અઢળક સ્વાસ્થ ફાયદા, શરીર બનાવે છે હૃષ્ટપુષ્ટ+નિરોગી

Visited 412 times, 1 Visits today

View Location in Map

અનેક લોકોને ખબર નથી હોતી કે ગરમ દૂધમાં કેટલા ફાયદા છુપાયેલા હોય છે. જો રાતે થાકી ગયા પછી પણ ઊંઘ ન આવે કે કબજિયાત ઘણા દિવસથી પરેશાન કરી રહી હોય, તો ગરમ-ગરમ દૂધ તમારી મદદ કરી શકે છે.
આપણે જાણીએ છીએ કે દૂધ પીવાથી સ્વાસ્થમાં કેટલો નિખાર આવે છે પરંતુ ગરમ દૂધ પીવાથી આપણે શું લાભ થાય છે, તે કોઈને પણ જાણ નથી હોતી. આજે અમે તમને બતાવીશું કે ગરમ-ગરમ દૂધને પોતાના આહારમાં રોજ સામેલ કરવાથી સ્વસ્થમાં કયા-કયા ફાયદા થાય છે.

નોંધઃ– દૂધમાં મીઠાશ માટે ખાંડ ન નાખો, ગળ્યું દૂધ કફ કારક હોય છે. ખાંડ મેળવીને પીવાથી કેલ્શિયમ નષ્ટ થઈ જાય છે. જો ગળ્યા દૂધની જરૂર હોય તો મધ, મુનક્કા(સૂકી દ્રાક્ષ) કે સાકર નાખો.
ગરમ દૂધના ફાયદાઃ-
પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છેઃ-
ગરમ દૂધ પ્રોટીન અને વિટામીનનો પ્રાકૃતિક સ્ત્રોત છે. એટલા માટે તમારે તેને પોતાના રોજના ડાયટમાં લેવું જોઈએ. જો તમને મજબૂત માંસપેશીઓ જોઈએ તો રોજ બ્રેકફાસ્ટમાં દૂધ જરૂર પીવો.
કેલ્શિયમની ખોટ પૂરી કરે છેઃ-
જો તમારા દાંત સંવેદનશીલ હોય તો ગરમ દૂધ તમને જરૂર ફાયદો આપશે. ગરમ દૂધમાં કેલ્શિયમ, આયોડિન અને ફોસ્ફોરસ જોવા મળે છે જે દાંત અને દાંતના પેઢાને મજબૂતી પ્રદાન કરે છે. ભોજનની વચ્ચે ગરમ દૂધ પીવાથી દાંતની કોટિંગ ટકી રહે છે.

તણાવ ઓછો કરે છેઃ-
જિ દિવસે તમને લાગે કે તમને વધુ તણાવ છે તો તરત જ ગરમ દૂધ પી લો, તેનાતી તમે એકદમ રિલેક્સ થઈ જશો. ગરમ દૂધ માંસપેશીઓ અને નર્વને તણાવ રહિત કરે છે.
ઊર્જા વધારે છેઃ-
થાક લાગે ત્યારે ગરમ દૂધ પીવાથી શીરરમાં ફરીથી ઊર્જાનો સંચાર થાય છે. ગરમ દૂધ સ્કૂલ જતા બાળકોને જરૂર પીવું જોઈએ, તેનાથી તેમના દિવસની શરૂઆત સારી થાય છે.
પીએમએસથી છુટકારોઃ-
અનેક મહિલાઓમાં માસિક ધર્મના સમયે મૂડમાં ફેરફાર થતો હોય છે. જો તમને પણ એવું થતું હોય તો તમે માત્ર એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. તેનાતી તમને સારું ફિલ થશે.

કબજિયાત દૂર કરે છેઃ-
રાતે સૂતા પહેલા એક કપ ગરમ દૂધ જરૂર પીવો. જો તમને ભયંકર કબજિયાતની બિમારી હોય તો તમે ગરમ દૂધમાં ઇસબગુલનું ચૂર્ણ નાખીને પીવો. કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે.
શરીરમાં પાણીની ખોટ પૂરી કરે છેઃ-
ગરમ દૂધ શરીરને પૂરી રીતે રિચાર્જ કરે છે. જો તમે પણ જીમમાં સીધા એક્સરસાઈઝ કરીને આવતા હો તો ગરમ દૂધ જરૂર પીવો. તેનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટની ખોટ પૂરી થશે અને શરીર તરત જ હાઈડ્રેટ થઈ જશે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-health-benefits-of-hot-milk-4970831-PHO.html?seq=4

Related Listings

સરગવો કે ફૂલ અને પાન તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: