Garam masala | ગરમ મસાલો

Visited 343 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1 ચમચો જીરૂ
½ ચમચો શાહજીરૂ
8 સુકા લાલ મરચા
1 ચમચી હળદર
1 ચમચો આખા ધાણા
½ ચમચો સૂંઠ
½ ચમચો કાળા મરી
8 લવિંગ
½ ચમચો પીળી રાઈ
8 એલચી
3 એલચા
2 ચમચી મેથીના દાણા
1 ચમચો ચણાદાળ
1 ચમચો વરિયાળી
4 ટુકડા તજ
1 કોકમનું ફુલ
½ ચમચી જાયફળ
2 જાવંત્રી
1 ચમચો ખસખસ
½ ચમચો સિંધાલૂણ

રીત
જીરૂ, શાહજીરૂ, ધાણા, લાલ મરચા, મરી, લવિંગ, મેથીના દાણા, ચણાદાળ, વરિયાળી, તજ, કોકમનું ફુલ, ખસખસને એક પછી એક શેકી લો. બધાને મિક્સ કરીને પણ શેકી શકાય. પરંતુ તેનાથી બધા એકસરખા શેકાઈ શકે નહીં. તેથી અલગ-અલગ શેકવા. પછી તેને ઠંડા થવા દેવા. બધી શેકાયેલી તેમજ અન્ય સામગ્રીને મિક્સ કરીને મિક્સર ગ્રાઈન્ડરમાં ક્રશ કરીને પાઉડર બનાવી લો. તૈયાર છે ગરમ મસાલો. તેનો દાળ-શાકમાં ઉપયોગ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-recipe-of-various-garam-masala-powder-recipe-for-various-foods-5072407-PHO.html?seq=2

Related Listings

Add a Review

Rate this by clicking a star below: