ગૃહિણી હોય કે વર્કિંગ વુમન તમામ સ્વાસ્થ સમસ્યાથી બચાવશે આ સૂપરફુડ!

Visited 561 times, 1 Visits today

View Location in Map

મહિલાઓનું શરીર તેમના જીવનકાળમાં અનેક જૈવિક ચરણોથી પસાર થાય છે. તેમનું શરીર પુરુષોની સરખામણીએ ઘણું નાજુક હોય છે એટલા માટે તેમને કોઈને કોઈ બીમારીમાંથી રોજ પસાર થવું પડે છે.
મહિલાઓને શરીરના હિસાબે તેમને સારું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે. અમે અહીં કેટલાક સ્વાસ્થ નિષ્ણાતોએ રજૂ કરેલા એવા જ મહિલાઓને રોગોથી દૂર રાખે તેવા 10 આહાર બતાવી રહ્યા છે જેને ભોજનમાં ઉપયોગ કરવાથી કે ખાવાથી તેમને અનેક બીમારીઓથી મુક્તિ મળી શકે છે.
જો તમે પણ ઓફિસ અને ઘરને એકીસાથે સંભાળતા હો તો જરૂરી છે આ નીચે આપેલ આહારને રોજ પોતાના ડાયટમાં સામેલ કરો-
મહિલાઓની દરેક સ્વાસ્થ સમસ્યાને દૂર કરો આ આહારથીઃ-
લીલા પાનડાંવાળી શાકભાજી- એનિમિયાને કરે છે દૂરઃ-
લીલા પાનડાંવાળી શાકભાજીમાં વિટામીન અને મિનરલ મળે છે. પાલક જેવી ગાઢ લીલા રંગવાળી ભાજી તો દરેક મહિલાઓ અને છોકરીઓએ ખાવી જ જોઈએ કારણ કે તેમાં વિટામીન-કે, વિટામીન સી અને આયરન ભરેલું હોય છે. તેનાથી મહિલાઓમાં માસિક ધર્મના સમયે પડતી લોહીની ખોટમાં રાહત મળે છે.
અળસી-પીએમએસ માટેઃ-
અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે જે મગજ અને શરીરને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. તેનાથી તમારી ત્વચા ચમકદાર, વાળ ઘાટ્ટા અને હાડકાં મજબૂત બની રહે છે. તેમાં અનેક ગણુ ફાયબર હોય છે જેનાથી કબજિયાત, દિલની બીમારીઓ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નથી પેદા થતું, આ પીએણએસના લક્ષણોને પણ દૂર કરે છે.
આખા અનાજ- પોષણ માટેઃ-
આખા અનાજમાં તમને ઊર્જા અને રેશા પ્રાપ્ત થશે. તે તમારા શરીર માટે જરૂરિ વિટામીન, મિનરલ, એન્ટીઓક્સીડેન્ટ, હેલ્દી ફેટ, કાર્બો હાઈટ્રેટ્સ અને ફાયબર આપે છે.
હળદર- સુંદર ત્વચા માટેઃ-
આપણે હળદર રોજ ખાવી જોઈએ. તે ત્વચાને સુંદર બનાવે છે અને અનેક બીમારીઓથી બચાવે પણ છે. તે લોહીને શુદ્ધ કરે છે.

ફળ- મેદસ્વીતાને ઓછી કરવા માટેઃ-
મેદસ્વીતા ઓછી કરવી હોય તો રોજ એક વાડકી ફળ જરૂર ખાઓ. તેમાં બિલકુલ પણ વસા નથી હોતા. તે ફાયબર, વિટામીન અને મિનરલ્સ તથા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેને ખાવાથી તમારું શરીર હાઈડ્રેટ રહેશે અને મેદસ્વીતા નહીં વધે. ફળ હંમેશા મોસમના હિસાબે ખાતા રહેવું જોઈએ.
ક્રેનબેરી- મૂત્ર માર્ગના સંક્રમણથી રાખે છે દૂરઃ-
મૂત્ર માર્ગના સંક્રમણની સમસ્યા અનેક મહિલાઓને થતી હોય છે. પરંતુ ક્રેનબેરીના રસમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ આ સમસ્યાનું નિવારણ કરી શકે છે. એક ગ્લાસ ફ્રેશ ક્રેનબેરીના રસને રોજ પીવો. તે સુપર માર્કેટમાં આસાનીથી પ્રાપ્ત થાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-ten-super-food-for-women-health-4964220-PHO.html?seq=5

Related Listings

આરોગ્ય સાથે સંબંધિત દરેક નાની મોટી સમસ્યા સામે લડવા માટે પ્રકૃતિએ આપણને અનેક વસ્તુઓ આપી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: