ઘરમાં કે બહારની આ વસ્તુઓમાં વપરાતાં લીંબૂના ફુલના આ છે ગંભીર નુકસાન

Visited 518 times, 1 Visits today

View Location in Map

આર્ટિફિશ્યલ ખટાશ તરીકે હવે સિટ્રિક એસિડનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. હવે તો દરેક પેક્ડ અને કેન્ડ ફૂડમાં પણ આ વપરાય છે જે હકીકતમાં શરીર માટે ધીમા ઝેર સમું છે. એનાથી પાચનશક્તિ ખોરવાય છે ને આર્થરાઇટિસ થાય છે
 હવે તો નાની કરિયાણાની દુકાન હોય કે મોટા સુપરમાર્કેટ જેવો સ્ટોર, જાતજાતની વેફર્સ, ઇન્સ્ટન્ટ સ્નેક્સ, રેડી ટુ મેક અથવા તો રેડી ટુ ઇટ જૂસ, સૂપ અને કોલ્ડ ડ્રિન્ક્સના અઢળક વેરાઇટીનાં પડીકાં બહાર જ લટકતાં જોવા મળે છે. આપણે પણ આવાં રેડીમેડ ફ્રૂટ જૂસ કે સૂપ પીને સંતોષ માનીએ કે હાશ, આપણે જન્ક-ફૂડને બદલે થોડુંક હેલ્ધી ખાવાનું ખાધું.  પણ  કોઈ પણ પ્રકારનાં પેક્ડ કે કેન્ડ ફૂડમાં એક એવું ખતરનાક અને ધીમું ઝેર સમાયેલું છે, જે તરત તો ખાસ માઠી અસર નથી કરતું, પણ લાંબા ગાળે એની આડઅસરો ઘણી ઊંડી અને શરીરને અંદરથી ખોખલું કરી નાખનારી હોય છે. આ ધીમું ઝેર એટલે સિટ્રિક એસિડ. મોટા ભાગે વેક્યુમ પેક્ડ દરેક ચીજમાં એડિટિવ્સ કે પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે આર્ટિફિશ્યલ ખટાશ એટલે કે લીંબૂના ફુલ વાપરવાથી થતાં નુકસાન અને કઈ ખાદ્ય વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે.

વર્ષોથી વપરાતાં લીંબુનાં ફૂલ

આ કેમિકલ માત્ર બહારના પેક્ડ ફૂડમાં જ નથી, એ આપણા ઘર-ઘરમાં ઘૂસી ગયું છે. ટ્રેડિશન ગુજરાતીમાં આપણે જેને આપણે લીંબુનાં ફૂલ તરીકે ઓળખીએ છીએ એ બીજું કંઈ નહીં, પણ આ સિટ્રિક એસિડ જ છે. ઘણીય ગૃહિણીઓ રસોઈમાં છૂટથી લીંબુનાં ફૂલનો ઉપયોગ કરે છે. ઘરમાં લીંબુ ન હોય તો દાળમાં ચપટીક લીંબુનાં ફૂલ નાખી દે. પાણીપૂરીમાં લીંબુ, આમલી, કે આમચૂરની અવેજીમાં પણ લીંબુનાં ફૂલ ચાલી જાય. પૌંઆ કે મકાઈનો સૂકો ચેવડો ખટમીઠો બનાવવા અને લાંબો સમય ટકી રહે એ માટે એમાં ઉપરથી લીંબુનાં ફૂલ ભભરાવી દેવાય. ટોમેટો ટેન્ગી ફ્લેવરની કોઈ પણ ચીજ બનાવવી હોય અને ઘરમાં ટમેટાં, લીંબુ ન હોય તો લીંબુનાં ફૂલથી તમારી ડિશ ચાલી જાય.

ડ્રાય અને સૂકા નાસ્તામાં ખટાશ માટે અને લિક્વિડ શરબતોમાં પ્રિઝર્વેટિવ તરીકે લીંબુનાં ફૂલનો વપરાશ છૂટથી થાય છે. આજે તો દરેક સ્ટેશનોની બહાર લીંબુ શરબતના થેલા લઈને બેઠેલા લોકોની લારીમાં લીંબુ દેખાવનાં જ પડ્યાં હોય છે. શરબતમાં તો લીંબુનાં ફૂલ જ વપરાય છે. એ સસ્તું પણ પડે છે અને સહેલું પણ, કેમ કે એક નાની ચમચી લીંબુનાં ફૂલથી એક લિટર પાણી ખાટું બનાવી શકાય છે. આ આદતો શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જ્યાં પણ કુદરતી ચીજોની ખટાશને બદલે લીંબુનાં ફૂલની ખટાશ વાપરવામાં આવે છે ત્યારે એનાથી ખોરાક પ્રિઝર્વ કરવાની ક્ષમતા વધે છે, પણ એ ચીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે.

કેમિકલ બનાવટ

એક બહુ મોટી અને ખોટી માન્યતા છે કે સાઇટ્રિક એસિડ એ લીંબુ-સંતરાં જેવાં ખાટાં ફળોના રસને સૂકવીને બનાવાય છે. ખરેખર લીંબુનો રસ સુકાઈ જાય ત્યારે એમાંથી ખટાશ ખૂબ જ ઓછી થઈ જાય છે. જ્યારે આપણે લીંબુનાં ફૂલ વાપરીએ છીએ એ એ સિન્થેટિક કેમિકલ્સમાંથી જ બનાવાય છે અને એટલે એમાં અતિશય ખટાશ હોય છે. એ શરીર માટે ખૂબ એસિડિક પુરવાર થાય છે અને એને કારણે જઠર અને આંતરડાંની અંત:ત્વચાને ઇરિટેટ કરે છે અને વારંવારના વપરાશને કારણે અંત:ત્વચા પર્મનન્ટ ડેમેજ થાય છે.

શું નુકસાન થાય?

અતિશય એસિડિટીને કારણે સૌથી પહેલાં જઠર-આંતરડાંને અસર કરતું આ કેમિકલ એનાં લક્ષણો ધીમે-ધીમે દેખાડે છે. સિટ્રિક એસિડવાળી ચીજો ખાવાને કારણે હાર્ટબર્ન, પાચનમાં તકલીફ, ઉબકા, ઊલટી, ડાયેરિયા, પેટ ભારે લાગવું જેવી સામાન્ય તકલીફો દેખાય છે. પાચનની તકલીફો વધે. મ્યુકસ કોલાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગોની શક્યતાઓ વધે. જોકે આ કેમિકલને શરીરમાંથી બહાર ફેંકવા માટે કિડનીને વધુ કામ કરવું પડે છે એને કારણે લાંબા ગાળે ત્વચા ડલ થઈ જવી, વાળ રુક્ષ થઈ જવા, બ્લડ-પ્રેશર વધવું, વારંવાર યુરિન પાસ કરવા જવું, યુરિનમાં બળતરા થવી જેવી તકલીફો દેખાય.

Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-harms-of-citric-acid-in-various-edible-things-5053697-PHO.html?seq=4

Related Listings

* જે વ્યક્તિઓને કબજીયાતની ફરિયાદ રહેતી હોય તેમના માટે તડબુચનું સેવન કરવું ખુબ જ સારૂ રહે છે કેમકે તડબુચ ખાવાથી આંતરડાઓને એક ખાસ પ્રકારની ચિકણાશ મળે છે. Read more…

સોડા ડ્રિંક મતલબ પાણીમાં ઘોળેલુ કાર્બનડાયોક્સાઈડવાળુ કાર્બોનેટેડ પીણુ. કાર્બોનેટેડ વોટરને સોડા વોટર પણ કહેવાય છે. તેનાથી ક્લબ સોડા, સેલ્ટ્રજર સ્પાક્લિપિંગ વોટ્ર કે ફિજ્જી વોટર પણ કહેવાય છે. Read more…

હેલ્થ જાળવવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડ સામેલ કરે છે, કારણ કે માનવામાં આવે છે કે કાકડી, ટમેટા, મૂળી, બીટ, કોબી વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક… Read more…

Add a Review

Rate this by clicking a star below: