ચરબી ઓગાળવા, લીંબૂના રસમાં કોઈ 1 વસ્તુ મિક્ષ કરી પીઓ

Visited 449 times, 1 Visits today

View Location in Map

લીંબૂને ગુણોની ખાણ માનવામાં આવે છે. સાથે જ લીંબૂ એક એવું વેજિટેબલ છે જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. એમાંય હવે ઉનાળો આયો, એવામાં જો તમે દિવસમાં બે કે ત્રણવાર લીંબૂ પાણી પીશો તો આખા દિવસમાં અઢળક કેલરી બર્ન કરી શકો છો. લીંબૂની સૌથી મોટી ખાસિયત છે તેમાં રહેલું એસિડ. આ એસિડ માત્ર વજન ઉતારવા માટે જ નહીં પણ તમારા પાચનને પણ દુરસ્ત રાખવામાં શ્રેષ્ઠ છે. લીંબૂનું પાણી પીવાથી પાચનતંત્ર હમેશાં યોગ્ય રીતે કાર્યરત રહે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. જેથી આજે અમે તમને લીંબૂના પાણી સાથે કરવામાં આવતી એવી ટ્રિક્સ જણાવીશું જેની મદદથી તમે આ ઉનાળે ફટાફટ વજન ઘટાડી શકશો.

ફુદીના સાથે લીંબૂનો રસ
ફુદીનામાં રહેલાં તત્વો શરીરની વધારાની કેલરીને બર્ન કરવામાં મદદ કરે છે. જો તમે ફ્લેટ ટમી ઈચ્છતા હોવ તો લીંબૂના પાણીમાં ફુદીનાનો રસ અથવા ક્રશ ફુદીનાને ઉમેરો, આનાથી તમને બહુ ફાયદો થશે.
લીંબૂનો રસ ગોળ સાથે
વજન ઘટાડવામાં માટે ગોળ સાથે લીંબૂના રસનો પ્રયોગ બેસ્ટ રીત છે. જેના માટે એક ચમચી ગોળને ક્રશ કરી લેવું અને અને લીંબૂનો રસ મિક્ષ કરેલા પાણીમાં ગોળને મિક્ષ કરો. આ મિશ્રણનું સેવન રોજ કરવાથી વજન ઝડપથી ઘટે છે. ગોળ શરીરમાં રહેલી ગરમીને પ્રેરે છે અને શરીરને ભરપૂર એનર્જી આપે છે. જેથી શરીરમાં કેલરી બર્ન થવામાં મદદ મળે છે.

તજ સાથે લીંબૂનો રસ
તમારા મેટાબોલિઝ્મ રેટના આધારે તમે દિવસ દરમિયાન જેટલી વાર ઈચ્છો એટલી વાર લીંબૂનું પાણી પી શકો છો.જો તમે ઝડપથી તમારા શરીરની કેલરી બર્ન કરવા માગતા હોવ તો તજના એક ટુકળાને ક્રશ કરીને લીંબૂના પાણીમાં મિક્ષ કરીને પીઓ.
મીઠા સાથે લીંબૂ પાણીનો પ્રયોગ
  • વજન ઘટાડવા માટે લીંબૂના પાણીમાં ચપટી મીઠું ઉમેરવું જોઈએ. મીઠુ શરીરમાં ભરપૂર એનર્જી જાળવવામાં મદદ કરે છે જેની મદદથી તમે આખો દિવસ એક્ટિવ રહી શકો છો

Source By : gujarati webduniya

http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-health-here-is-the-best-ways-for-weight-loss-to-use-lemon-juice-with-different-t-4964840-PHO.html?seq=5

Related Listings

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ભોજન સાથે… Read more…

Add a Review

Rate this by clicking a star below: