ચહેરાની ત્વચા માટે વરદાન છે આ વસ્તુઓ, રોજ ખાશો તો થશે લાભ

Visited 659 times, 1 Visits today

View Location in Map

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરૂષ ચહેરો અને તેની ત્વચા કઈ રીતે સ્વસ્થ અને સુંદર બને તે માટે ઘણાં ઉપાય અને અખતરા અજમાવતા હોય છે પરંતુ અસ્ત-વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી આદતોને કારણે સુંદર અને સ્વસ્થ ત્વચા મેળવવી મુશ્કેલ બની જાય છે. ત્વચા અને ચહેરાની સુંદરતા અને યુવાની જાળવવી હોય તો સૌથી જરૂરી છે કે તમે તમારા ડાયેટમાં કેટલાક ફ્રુટ્સને સામેલ કરો કારણ કે ફ્રુટ્સનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે જે ત્વચાને હમેશા હેલ્ધી, યુવાન, સ્મૂધ અને ખીલેલી રાખે છે. જેથી આજે અમે ખાસ તમારા ચહેરાને હમેશાં સુરક્ષિત, યુવાન અને હેલ્ધી રાખે એવા કેટલાક ખાસ ફ્રુટ્સ વિશે બતાવીશું. જે ખાવાથી તમે ચહેરાની સ્કિન સંબંધી સમસ્યાઓથી હમેશા બચીને રહેશો.

કેળા કોમળ સ્કિન માટે-
કેળામાં આર્યન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન એ, બી અને ઈ હોય છે. જે સ્કિનને સોફ્ટ બનાવે છે. વિટામિન ઈ હોવાને કારણે કેળાના સેવનથી એજિંગ સાઈનને હટાવી શકાય છે. કેળાનું સેવન કરવાની સાથે તમે કેળાને ફેસપેકના રૂપમાં લગાવીને પણ સ્કિન સોફ્ટ અને સ્મૂધ બનાવી શકો છો.
રાસબેરી સ્કિનને પુર્નજીવિત કરવા માટે-
રાસબેરીમાં એન્ટિઓક્સિડેન્ટસ, ફાયબર અને વિટામિન સી હોય છે. આ ત્રણેય તત્વ તમારી સ્કિનને તરોતાજા રાખે છે અને કરચલી પડવાથી પણ રોકે છે. એક રીતે રાસબેરી એન્ટિએજિંગ ક્રિમનું કામ કરે છે. વિટામિન સી તમારી સ્કિન સેલ્સને રિપેર કરીને સ્કિનને હેલ્ધી અને ફ્રેશ રાખે છે.
પ્રુન (યુરોપિયન ફ્રુટ) વજન ઘટાડવા માટે-
પ્રુનમાં ફાયબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ ફ્રુટ પેટના પાચન તંત્ર માટે ખુબ જ ફાયદાકારક હોય છે અને ટોસ્કિસન જેવા હાનિકારક પદાર્થોને પણ શરીરની બહાર કરે છે. પ્રુન એક એનર્જી પેક્ડ ફૂડની જેમ જ હોય છે. જે તમને આખો દિવસ એક્ટિવ રાખે છે. પ્રુનના રેસમાં રહેલા ફાયબર શરીરને મેનટેન રાખે છે અને વજનને પણ ઘટાડવામાં મદદ કરે છે. જેથી સ્કિન હમેશા હેલ્ધી રહે છે.
કેરી ફળોના રાજા તરીકે-
કેરી સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચાને પણ ફાયદા કરાવે છે. એમાં રહેલા વિટામિન એ અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે. જે સ્કિનને સોફ્ટ અને ટોન બનાવે છે. આ ફળ તમારી સ્કિનને ટાઈટ બનાવવાની સાથે સ્કિન પોર્સને પણ ખોલે છે. કેરી ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઠીક થઈ જાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-10-fruits-which-can-give-you-healthy-skin-4978583-PHO.html?seq=5

Related Listings

ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીયોથી થતો આવ્યો છે. આર્યુવેદ મુજબ અજમો પાચનક્રિયા સરળ બનાવે છે. આ કફ, પેટ અને છાતીના દુખાવા તેમજ કૃમિ રોગમાં લાભકારી છે. Read more…

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી દહીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યુ છે. યજ્ઞ, હવન, લગ્નપ્રસંગ તથા મંદિરોમાં પ્રસાદ તરીકે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: