જેવા-તેવા ન સમજો Indian Spicesને, મસાલા પ્રમાણે મળે છે આ Benefits!

Visited 574 times, 2 Visits today

View Location in Map

મરચું, હળદર, ધાણાજીરું, આખું જીરું, હિંગ જેવા રોજબરોજના વપરાશમાં આવતા આ મસાલા આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો છે. મસાલા વગરનું ભોજન આપણે વિચારી પણ શકીએ એમ નથી. ભારતીય મસાલા ફક્ત ભારતમાં જ નહીં, વિદેશમાં પણ અત્યંત લોકપ્રિય છે અને એની આ લોકપ્રિયતા સદીઓ જૂની છે. સદીઓથી આપણા મસાલા આખી દુનિયામાં વેચાય છે. ભારતવાસીઓની હેલ્થનું સીક્રેટ આ મસાલાઓ જ છે. આજે જાણીએ દરરોજ ઉપયોગમાં આવતા આ મસાલાઓ આપણી હેલ્થને કઈ રીતે સારી રાખવામાં મદદરૂપ થાય છે.મરચું

મરચાને ઘણા લોકો હેલ્થ માટે સારું માનતા નથી, પરંતુ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારવા માટે એ ખૂબ જ ઉપયોગી તત્વ છે. મરચામાં કેપ્સેસીન નામનું તત્વ હોય છે, જે ઍન્ટિઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. મરચામાં મેગ્નેશિયમ, વિટામિન, ફોલિક એસિડ હોય છે જે શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને લોહીનું ભ્રમણ સુધારે છે. એ ઇન્ફેક્શન સામે લડવા માટે અને કોલેસ્ટરોલ ઘટાડવા તેમ જ ડિટોક્સિફિકેશન માટે અત્યંત ઉપયોગી છે. મરચું વ્યક્તિને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. મરચું હાર્ટની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. મરચું અસ્થમા અને શ્વાસનો પ્રોબ્લેમ ધરાવતા લોકો માટે ખૂબ જ ગુણકારી છે. સાથે જ એ લિવરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

મરચું

જીરું

જીરું પણ આખું અને પાઉડર બન્ને રીતે ઉપયોગમાં લેવાય છે. મોટા ભાગે ગુજરાતી ઘરોમાં ધાણા અને જીરું બન્ને સાથે પીસાય છે અને સાથે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. એ બન્નેનું કોમ્બિનેશન ઘણું જ ગુણકારી માનવામાં આવે છે. જીરામાં ઘણું ફાઇબર હોય છે, જે પાચન માટે ઉપયોગી રહે છે. જે વ્યક્તિને ગેસ, એસિડિટી, પેટમાં બળતરા, અપચો, ઓડકાર જેવી પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તેને માટે જીરું અક્સિર ઇલાજ છે. જીરું વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે. એમાં એન્ટિફંગલ પ્રોપર્ટી છે.  સ્ત્રીઓને માસિક દરમ્યાન થતી તકલીફો માટે પણ એ ઘણું ઉપયોગી કહી શકાય છે. જીરાના પાઉડર ઉપરાંત શેકેલું જીરું પણ અત્યંત ફાયદાકારક છે. ઉનાળામાં દહીં કે છાશમાં શેકેલું જીરું નાખીને ખાવું જોઈએ.

કોકમ
ભારતના ગોવા કોંકણ પ્રાંતમાં કોકમના વૃક્ષો મોટા પ્રમાણમાં ઊગે છે તેથી કોકમનો ઉપયોગ એ ગોવાનીઝ અને કોંકણી ખાનપાનમાં સૌથી મહત્વનું ઘટક તત્વ છે. દાળ શાકમાં થોડો ખાટો મીઠો સ્વાદ લાવનાર કોકમ એ એક પ્રકારના ફળ પ્લમની છાલનો ભાગ છે. આ પ્લમને ઘણા લોકો મેંગોસ્ટીમ તરીકે પણ ઓળખે છે. તાજા કોકમની છાલને છૂટી પાડીને મીઠામાં આથીને થોડા ઘણા અંશે સૂકવવામાં આવે છે, તે ભીના કોકમ કહેવાય છે અને કોકમ ને સંપૂર્ણ રીતે તડકામાં સૂકવીને સૂકા કોકમ બનાવવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે. કોકમનું શરબત, પાણી અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. કોંકણમાં નાળિયેરના દૂધ સાથે કોકમની બનાવેલી કોકમ સાલમ કરી ખૂબ પ્રખ્યાત છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-seven-indian-spices-that-are-good-for-your-health-know-its-benefits-4962991-PHO.html?seq=7

Related Listings

શું તમે જાણો છો કે રમજાન મહિનામાં મુસ્લિમ ભાઇ મહિના પોતાનો રોઝા ખજૂર ખાઈને તોડે છે ? એવુ એટલા માટે કે ખજૂરમાં અનેક પ્રકારના પ્રોટીન, રેશા અને… Read more…

Add a Review

Rate this by clicking a star below: