જો આ 1 વસ્તુ હશે ઘરમાં, તો રોગો ક્યારેય નહીં પ્રવેશે શરીરમાં!

Visited 510 times, 1 Visits today

View Location in Map

ભારતના દરેક ઘરે કે ઘરની આસપાસ ક્યાંયને ક્યાંય તમને તુલસી તો જોવા મળે જ મળે. આપણા પૂર્વજો કેટલા વિચારશીલ હતા કે તેમણે દરેક રોગની એક અક્સિર દવાને આપણી કાયમની પૂજા બનાવી દીધી હતી. પણ આપણે પછી પૂજાને વળગી રહ્યા અને તેના દવાયુક્ત ગુણોને ભુલી ગયા છીએ.તુલસીને આંગણામાં ઉછેરવા માત્રથી અનેક રોગો ઘરમાં અને શરીરમાં પ્રવેશતા અટકે છે અને આયુર્વેદ પર તુલસીના અલભ્ય ગુણોને સલામ કરે છે. જેથી આજે અમે તમને તુલસીની કેટલીક દેશી દવાઓ અને તુલસીના કેટલાક એવા પ્રયોગ બતાવીશું જે તમે જાણતા નહીં હોય.

ગુણધર્મો :
સામાન્ય રીતે તુલસી કડવી, તીખી, મધુર, સુગંધી, રૂચિકર અને ગરમ છે. તે પિત્તકર્તા કે ગરમ, હળવી, અગ્નિવધારનાર, તીક્ષ્ણ અને હ્રદય માટે હિતકર છે.
તુલસી વાયુકફદોષનાં દર્દો, સોજો, કૃમિ, ઉલટી, દુર્ગંધ, કોઢ, પડખાનું શૂળ, ઝેર, મૂત્રાલ્પતા, રક્તદોષ, શૂળ, તાવ, ખાંસી, શરદી અને હેડકીનો નાશ કરે છે.
ઔષધ પ્રયોગ :
તાવ-સુસ્તી અને વાયુ વિકાર : તુલસીના પાનનો ઉકાળો કરી, તેમાં દૂધ ખાંડ તથા એલચીનાં છોડાં નાંખી, ચા કે ઉકાળો બનાવી પીવો.
મેલેરિયા તાવ : કાળી તુલસીના પાનના ૨-૩ ચમચી રસમાં મરીની ભૂકી નાંખી સવાર-સાંજ પીવો.
વાયુદોષ : કાળી તુલસી તથા આદુનો રસ ૧-૧ ચમચી લઈ, તેમાં સાકર કે મધ નાંખી પીવો.

બાળકની ઊલટી : તુલસીના રસમાં મધ નાંખી દિવસમાં ૨-૩ વાર પાવું.

Related Listings

Add a Review

Rate this by clicking a star below: