જો ઉંઘ ન આવતી હોય તો…

Visited 619 times, 1 Visits today

View Location in Map

ઘણાં લોકોને રાત્રે ઉંઘ ન આવવાને લીધે ઘણી મુશ્કેલી પડે છે તેને માટે અહીં ઉપાય આપેલ છે…

* અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુળેઠી, આમળા, જટામાસી, સાચી ખુરાસાની અને અજમો આ બધી જ વસ્તુને 50-50 ગ્રામ બારીક ચુર્ણ બનાવી લો. રાત્રે સુતા પહેલાં 3 થી 5 ગ્રામની માત્રામાં દૂધની સાથે સેવન કરો. એક અઠવાડિયા બાદ આનો પ્રભાવ દેખાશે. અનિંદ્રા દૂર થઈ જશે અને ગાઢ ઉંઘ આવશે. સ્વપ્ના પણ નથી આવતાં તેમજ હાઈબ્લડ પ્રેશરમાં પણ આરામ મળે છે. ઉંઘની ગોળીની જેમ બેહોશ પણ નથી થતાં અને સવારે ઉઠતાં તાજગી પણ અનુભવાય છે.

* સર્પગંધા, અશ્વગંધા અને ભાંગ ત્રણેયને સરખા ભાગે ભેળવીને રાખી મુકો. આ ચુર્ણને રાત્રે સુતી વખતે 3 થી 5 ગ્રામની માત્રામાં પાણીની સાથે લો, આ ઔષધિ નિરાપદ છે. હાઈબ્લડપ્રેશરના રોગીને અનિંદ્રાની ફરિયાદ રહે છે તેથી તેણે આનું અવશ્ય સેવન કરવું.

નોંધ : ઉપર આપેલા ઉપાયો આયુર્વેદની સલાહ વડે પ્રસ્તુત કરાયા છે પરંતુ શરીરની પ્રકૃતિની અનુસાર પ્રભાવ બદલાઈ શકે છે તેથી તેને અજમાવતાં પહેલાં ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies.htm

Related Listings

બહુ બધા લોકોને ચ્યૂઈંગમ ખાવાની આદત હોય છે. એવું પણ કહી શકાય કે જે લોકોને ચ્યૂઈંગમ ખાવાની ટેવ પડી જાય છે પછી તે જલ્દી છૂટતી નથી. Read more…

આજે જેને જુઓ તેને વજન ઘટાડવાનો ચસકો લાગ્યો છે. કોઈ ડાયટિંગ કરી વેઇટલોસ કરવાની ટ્રાય કરી રહ્યું છે તો કોઈ જીમમાં જઈ પરસેવો પાડી રહ્યું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: