ઝડપથી મેળવો ચહેરાની કાળાશમાંથી મુક્તિ, લગાવો આ ઘરેલૂ વસ્તુઓ

Visited 695 times, 1 Visits today

View Location in Map

શું તમે તમારા ચહેરાને ગોરો બનાવવા માટે અનેક બજારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ગયા છો? જો એવું હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઘરેલૂ નુસખા અને ઉપાય બતાવીશું જે અપનાવીને તમે કોઈ જ આડઅસર વિના ઝડપથી અને સસ્તામાં એકદમ ગોરો ચહેરો પામી શકશો. જી હાં, ચહોરાની ત્વચા કાળી હોવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે સખત તાપમાં બહાર ફરવું, પ્રદૂષણ કે પછી ચહેરાના ડાઘ-ધબ્બા વગેરે. આ બધી સમસ્યાઓ માટે બજારમાં મળતી સ્કિન કેયર પ્રોડક્ટ્સ સંવેદનશીલ ત્વચા માટે બહુ જ હાનિકારક હોય છે જેથી ઘરે રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો કારણ કે તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. જેથી હવે મોંઘાદાટ ક્રિમ્સ વાપરવાના બંદ કરો અને અસ્સલ ગોરાપણું મેળવવા માટે અહીં જણાવેલા બેસ્ટ ઉપાય અજમાવો.

બેકિંગ સોડા
જો તમે ખરેખર તમારા ચહેરાને ગોરો બનાવવા માગતા હોવ તો બેકિંગ સોડામાં પાણી મિક્ષ કરીને પેસ્ટ જેવું બનાવી લો. આને ચહેરા પર 15 મિનિટ માટે લગાવી રાખવું. આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલા ફેસવોશથી મોઢું ધોઈ લો. આ ઉપાય કરવાથી તમને માત્ર બે જ દિવસમાં તમારા ચહેરાના રંગમાં ફરક નજરે પડશે. આ એક કારગર ઉપાય છે.
દૂધ અને કેળા
પાકેલું કેળું અને તેમાં દૂધ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને બરાબર મિક્ષ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ચહેરો બરાબર ધોઈ લો. આ ઉપાય નિયમિત કરતાં રહો. ખૂબ જ ઝડપથી તમારી ત્વચાનો રંગ ખીલી ઉઠશે.
સૂરજમુખીના બીજ
થોડાક સૂરજમુખીના બીજ આખી રાત દૂધમાં પલાળીને રાખી દો. ત્યારબાદ સવારે તેમાં થોડી હળદર અને કેસર નાખીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ લગાવીને રહેવા દો. આ ઉપાય કરવાથી તમારો ચહેરો ગોરો થશે અને સાથે જ ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર થશે.
કેરીની છાલ
કેરીના થોડા છોતરા લઈને તેને દૂધ સાથે પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને 15 મિનિટ માટે રહેવા દો. આ ઉપાય કરવાથી સન ટેન દૂર થશે અને ચહેરો ઝડપથી ગોરો બનશે.

મધ
મધના તો અનેક ઉપયોગ છે પરંતુ મોટાભાગના લોકો તેના ઉપયોગ વિશે જાણતા નથી. પણ તમારા ચહેરાને ગોરો બનાવવામાં મધ કારગર સાબિત થઈ શકે છે. જેના માટે મધમાં કેટલાક ટિપા લીંબૂના રસના નાખીને તેમાં થોડું દહીં મિક્ષ કરવું. આ મિશ્રણને સરખું મિક્ષ કરીને તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને 15 મિનિટ રાખવું. ત્યારબાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ચહેરા પરની ગંદકી તો દૂર થશે જ સાથે ચહેરો મસ્ત ગોરો પણ બનશે.
ખાંડનું સ્ક્રબ કરો
ખાંડને લીંબૂના રસ સાથે મિક્ષ કરીને તેને હળવા હાથે ચહેરા પર ઘસવી. આવું નિયમિત કરવાથી ચહેરાની ડેડ સ્કિન દૂર થશે અને ચહેરો સાફ અને ગોરો થઈ જશે. આ ઉપાય તમે રોજ સરળતાથી ઘરે કરી શકો છો.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-best-and-easy-eleven-natural-ways-to-make-skin-fair-in-few-days-adopt-it-5082054-PHO.html?seq=4

Related Listings

પૌષ્ટિક આહાર ન માત્ર તમારા શરીર અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ તે તમારા વાળની ગુણવત્તાને સુધારવામાં પણ મદદ કરે છે. Read more…

આધુનિક જીવનની ભાગદોડે આપણી ફૂડ પેટર્નમાં ધરખમ ફેરફારો કરી દીધા છે. તાજા બનેલા ફ્રેશ ફૂડનું સ્થાન જન્ક ફૂડ અને કેન્ડ ફૂડે લઈ લીધું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: