ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

Visited 859 times, 2 Visits today

View Location in Map

આજકાલ સિઝનનું કોઈ ઠેકાણું રહેતું નથી. ગરમી, ભેજ, ઠંડક બધું ભેગું થાય છે. જેના કારણે રોગો ઝડપથી પ્રસરે છે. એવામાં સૌથી ઝડપથી જો કોઈ સમસ્યા થતી હોય તો તે છે તાવ આવી જવો. આમ તો ઘણાં પ્રકારના તાવ હોય છે પણ જો સહેજ તાવ આવ્યો હોય ત્યારે જ ઘરમાં કેટલાક ઉપાયથી તેનો ઈલાજ કરવામાં આવે તો તાવને વધતાં અટકાવી શકાય છે.

તાવમાં સામાન્ય રીતે આપણે એલોપેથી દવા લઈને ઝડપથી તાવ ઉતારી દેવા માગતા હોઈએ છીએ, પરંતુ આ દવાઓની ઘણી આડઅસર પણ થતી હોય છે. તેથી તાવમાંથી બચવા ઘણા આયુર્વેદિક ઉપચારો પણ છે, જેનાથી ખૂબ ઝડપથી તાવ ઉતારી શકાય છે અને તેના કોઈ ગેરફાયદા પણ નથી હોતા. જેથી આજે અમે તમને સામાન્ય તાવ, ઝીણો તાવ સહિત કોઈપણ પ્રકારના તાવને મટાડવા માટે ખાસ ઉકાળા અને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું.
-કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે. તાવ ઉતર્યા પછી બે દિવસ સુધી મીઠાવાળું ગરમ પાણી પીવાથી તાવ પાછો આવતો નથી
-કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
-સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
-કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાંખી ઉકાળો નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાંખીને પીવાથી તાવ મટે છે.
-તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
-ફ્લૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
-તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખીને લેવાથી ફ્લૂનો તાવ મટે છે.
– ખુબ ઉકાળીને બનાવેલો અજમાનો ઉકાળો ગરમ ગરમ પીવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરે છે. પાણી તથા અજમાનું પ્રમાણ અને કેટલો ઉકાળો પીવો તેનો આધાર તાવના પ્રમાણ અને પ્રકાર પર રહે છે. અજમાનો ઉકાળો જીર્ણ તાવ પણ મટાડે છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-various-types-of-home-remedies-and-ayurvedic-syrup-for-any-kind-of-fever-5052225-PHO.html?seq=3

Related Listings

ફળો અને શાકભાજી સ્વસ્થ રહેવા માટે ખૂબ આવશ્યક છે. રોગમુક્ત રહેવા માટે અને લાંબુ જીવન જીવવા માટે ફળો અને શાકભાજીનો પર્યાપ્ત ઉપયોગ જરૂરી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: