ડાયટિંગની માનસિક આડઅસરો

Visited 365 times, 1 Visits today

View Location in Map

આજકાલ ડાયટિંગની ફેશન થઈ પડી છે. કોસ્મોપોલિટન શહેરોમાં સ્લિમિંગ સેન્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. ડાયટિંગ એટલે આહાર પરનો કાબૂ અથવા તો કેળવાયેલી મિતાહારી ભોજન પદ્ધતિ. ડાયટિંગ સારી વસ્તુ છે, પણ એને ફેશન બનાવી દઈને જેમ ફાવે તેમ ડાયટિંગ કરવાનાંય કેટલાંક જોખમો હોય છે. પાતળા દેખાવાના શોખમાં ને શોખમાં છોકરીઓ બેફામપણે ડાયટિંગ કરે છે અને પછી મોટી મુશ્કેલીઓ નોતરી બેસે છે.

બ્રિટનના એન્ડરસન તથા પેરી બિલિગ્ઝ નામના ડોક્ટરોએ ઓક્સફર્ડની લિટલમોર હોસ્પિટલમાં એક અભ્યાસ કર્યો હતો. ‘સાઈકોલોજિકલ મેડિસિન’ નામની જર્નલમાં ૧૯૯૦માં આ અભ્યાસનાં તારણો પ્રકાશિત થયાં હતાં. પ્રસ્તુત અભ્યાસમાં ૯ સ્ત્રીઓ અને ૬ પુરુષો પાસે ડાયટિંગ કરાવડાવવામાં આવ્યું હતું. આ બધાં સ્ત્રી-પુરુષોમાંથી કોઈનેય કોઈ પ્રકારના શારીરિક, એન્ડોકાઈન,માનસિક કે અન્ય રોગો નહોતા. આ પંદર તંદુરસ્ત સ્ત્રી-પુરુષો સાધારણ વજન ધરાવતાં હતાં. ત્રણ અઠવાડિયાં કેલરી રિસ્ટ્રિક્ટેડ ડાયટિંગ પછી તેઓની ઝીણવટભરી શારીરિક અને તમામ લેબોરેટરી તપાસો કરવામાં આવી.

જે તપાસમાં જાણવા મળ્યું કે તમામ વોલન્ટિયર્સે સરખા પ્રમાણમાં વજન ગુમાવ્યું હતું. લગભગ એવરેજ પાંચ ટકા જેટલો વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ મહત્ત્વનું તારણ એ હતું કે સ્ત્રીઓમાં ટ્રિપ્ટોફાન નામના એમિનો એસિડનું પ્રમાણ ઘટી ગયું હતું. લોહીમાં ફરતો ટ્રિપ્ટોફાન નામનો આ એમિનો એસિડ માણસના મન સાથે અનુસંધાન ધરાવતી વસ્તુ છે. લોહીમાં ફરતા આ ટ્રિપ્ટોફાનમાંથી માણસનું મગજ ફાઈવ-હાઇડ્રોક્સી ટ્રિપ્ટોફાન નામનું રસાયણ બનાવે છે, જેને મગજના મહત્ત્વના ન્યુરો ટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઈવ એચટી જો મગજમાં ઓછું બને તો માણસના મૂડમાં ફેરફારો થાય છે અને તણાવ, ઉત્સાહનો અભાવ, હતાશા વગેરે લક્ષણો જોવા મળે છે. ઉપરોક્ત તારણના સમર્થનમાં જોવા મળ્યું કે જ્યારે ટ્રિપ્ટોફાન ફરીથી પેલી સ્ત્રીઓને લોહીની નસોમાં આપવામાં આવ્યો ત્યારે તે સ્ત્રીઓના મગજમાં ફરીથી ફાઈવ એચટી પૂરતા પ્રમાણમાં બનવાની શરૂઆત થઈ ગઈ.

Source By : gujarati webduniya

http://www.sandesh.com/article.aspx?newsid=86825

Related Listings

બહુ બધા લોકોને ચ્યૂઈંગમ ખાવાની આદત હોય છે. એવું પણ કહી શકાય કે જે લોકોને ચ્યૂઈંગમ ખાવાની ટેવ પડી જાય છે પછી તે જલ્દી છૂટતી નથી. Read more…

Add a Review

Rate this by clicking a star below: