તમારા રસોડામાં રહેલાં છે આ કુદરતી પેઈન કિલર્સ, આ રીતે કરો ઉપયોગ

Visited 536 times, 1 Visits today

View Location in Map

શું તમે જાણો છો કે અમુક દવાઓ શરીરને બહુ ખરાબ રીતે નુકસાન પહોચાડી શકે છે. તેમાં પેઈન કિલર એવી દવા છે જેને લોકો તરત રાહત માટે ડોક્ટરની સલાહ વગર પણ લે છે. તેને લીધે શરીરને ભારે નુકસાન થવાની સંભાવના વધી જાય છે પરંતુ જો તમે તમારા રસોડા અને ઘરમાં જ ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરો તો પણ તમે કાયમ માટે કેટલીક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.ઘણી મહિલાઓ માથાના સામાન્ય દુઃખાવા અથવા તો માસિક સ્ત્રાવ વખતે પેટનાં દુઃખાવા અને પુરૂષો શરીરના દુખાવા કે અન્ય નાની-નાની સમસ્યાઓ માટે ઝટ કરતી દવાઓ ગળી લેતા હોય છે. પરંતુ એવી ઘણી બધી કુદરતી પેઈન કિલર્સ છે જેમાં વારંવાર થતા ગેસને અટકાવવાના, પેટમાં થતી બળતરા દૂર કરવાના અને દુઃખાવામાં રાહતનાં ગુણધર્મો રહેલા હોય છે. અમુક કુદરતી પેઈન કિલર્સ તમારા રોજિંદા આહારમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે અને કેટલીક પેઈન કિલર્સથી શરીરને મસાજ કરી શકાય છે. કુદરતી પેઈન કેટલીક ઘરેલું પેઈન કિલર્સ તમને તમારા રસોડામાં જ મળી રહેશે જેના વિશે આજે તમને જણાવીશું.

 લવિંગઃ– લવિંગ ચાવવાથી દાંતનાં દુઃખાવામાં રાહત મળશે. તેમજ પેઢા પરના સોજા પર પણ તેની સારી અસર થશે. લવિંગમાં દાંતનાં દર્દને મટાડવાનાં કુદરતી ગુણો રહેલાં છે. લવિંગમાં યુજેનોલ નામનું તત્ત્વ રહેલું છે, જે દર્દ પર તરત જ અસર કરે છે.આદુઃ– તમારા રોજિંદા આહારમાં આદુ ઉમેરવાથી તમને સ્નાયુનો દુઃખાવો અને સાંઘાના સોજાથી રાહત મળશે. આદુમાં જિંજેરોલ નામનું તત્વ રહેલું હોય છે. દરરોજ આહારમાં ૧ ચમચી સૂકુ આદુ અથવા ૨ ચમચી આદુનાં ટુકડાં તમારા શરીરની સક્રિયતા જાળવી રાખવામાં મદદરૃપ થશે.

લસણઃ- લસણને તેલમાં ગરમ કરી તેના બે ટીપાં દુખતા કાનમાં નાખવા. પાંચ દિવસ સુધી રોજ દિવસમાં બે વખત નાંખવા. આમ કરવાથી કાનમાં થતો દુઃખાવો દૂર થઈ જશે. લસણમાં જર્મેનિયમ, સિલેનિયમ અને સલ્ફર જેવા તત્વો રહેલા હોય છે જે જુદા જુદા બેકટેરિયા પર અસર કરી કાનમાં થતી બળતરા ઓછી કરે છે.

હળદરઃ- આર્થરાઈટીસને કારણે થતાં સાંધાનો દુઃખાવા માટે હળદર શ્રેષ્ઠ ઉપાય છે. તમારા રોજિંદા આહારમાં હળદર ઉમેરો. હળદરમાં રહેલું કર્કયુમિન તત્વ કુદરતી રીતે સાયક્લોક્સિજીનેસ-૨ ને રોકે છે. સાયક્લોક્સિજીનેસ-૨ એ દર્દ ઉત્પન્ન કરતા હોર્મોનનો સ્ત્રાવ કરે છે.નિલગિરીનું તેલઃ– નિલગિરીનું તેલ માથાનાં દુઃખાવાથી રાહત આપે છે. નિલગિરીમાં બળતરા અને દુઃખાવો દૂર કરવાના ગુણધર્મો રહેલાં છે. આ તેલને સ્નાયુના સામાન્ય દુઃખાવા મોચ અને માનસિક તણાવમાં રાહત માટે પણ ઉપયોગમાં લઈ શકાયછે.

દ્રાક્ષઃ- ઓહાયો યુનિર્વિસટીનાં અભ્યાસ મુજબ દરરોજ ૧ કપ દ્રાક્ષ ખાવામાં આવે તો પીઠનાં દર્દમાં રાહત મળે છે. દ્રાક્ષમાં રહેલા પોષકતત્વો પીઠમાં રુધિરાભિસરણ વધારે છે જેથી દુઃખાવો ઓછો થાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-home-remedies-for-various-health-problems-and-various-pain-5046379-PHO.html?seq=5

Related Listings

ગામની ખરડાયેલી જમીનમાં ઉગનારુ કે પછી ઘરની અગાશી પર લટકાવવામાં આવનારું કુંવારપાઠુ મતલબ એલોવેરા આજે સૌદર્યને કાયમ રાખવા માટે ઔષધિના રૂપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. Read more…

ભોજન જીવનની મૂળભૂત જરૂરિયાત છે , શાસ્ત્ર કહે છે કે જીવન માટે ભોજન જરૂરી છે ન કે ભોજન માટે જીવન , સ્વાદના વશીભૂત હોય અમે ક્યારે-કયારે બિનજરૂરી… Read more…

Add a Review

Rate this by clicking a star below: