તમે આ 7 વસ્તુઓ ફ્રીજમાં તો નથી મુકતા ને ?

Visited 237 times, 1 Visits today

View Location in Map

ગરમીમાં ખાવાની વસ્તુઓ ખરાબ ન થાય એ માટે જો તમે ખાવાની દરેક વસ્તુ ફ્રીજમાં સમજ્યા વિચાર્યા વગર મુકો છો તો આ માહિતી તમારા કામની છે.
જાણો ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલી એવી વસ્તુઓ જેને ફ્રિઝમા મુકીને તમે ભૂલ કરો છો.

ટામેટા 

ગરમીમાં થોડુ મુશ્કેલ હોય છે પણ ફ્રિજમાં ટામેટા મુકવાથી ટામેટાનો સ્વાદ બદલાય જાય છે.  પણ તેમા રહેલ રહેલ તત્વ લાઈકોપીન પણ ઘટે છે. જેનાથી ટામેટાનો ફાયદો પણ ઓછો મળે છે.  જો તમારે ટામેટા ગરમીને કારણે ફ્રીજમાં મુકવા જ હોય તો તેને કાગળમાં લપેટીને મુકો.

બ્રેડ  – બ્રેડ જો લાવતા જ ફ્રિજમાં મુકો છો તો એટલુ જાણી લો કે બ્રેડ ફ્રિજમાં મુકવાથી ઝડપથી સુકાય છે.  એ માટે સારુ રહેશે કે બ્રેડ્ને પ્રથમ ચાર દિવસ બહાર જ મુકો. અને જો તેનાથી વધુ દિવસ બ્રેડ ચલાવવી હોય તો ચાર દિવસ પછી ફ્રિજમાં મુકો.

ડુંગળી – ફ્રિજમાં ડુગળી મુકવાથી ફ્રીજના ભેજની અસરથી ડુંગળી જલ્દી ખરાબ થઈ શકે છે.  ડુંગળી હંમેશા બીજી શાકભાજીઓથી જુદી સુકામાં મુકવી જોઈએ.
બટાકા – બટાકા જો ફ્રિજમાં મુકશો તો તેમા રહેલ સ્ટાર્ચ ઝડપથી શુગરમાં બદલાય જશે. આવામાં બટાકાનો ફાયદો આપમેળે જ નુકશાનમાં બદલાય જશે.  જો બટાકા ફ્રિજમાં મુકવા તમારી મજબુરી છે તો તેને કાગળની થેલીમાં મુકીને જ ફ્રિજમાં મુકો.
મધ – મધને ફ્રિજમાં મુકવાથી કોઈ ફાયદો નથી કારણ કે એરટાઈટ ડબ્બામાં મધને તમે ગમે તેટલા સમય સુધી બહાર મુકશો તો પણ તે ખરાબ નહી થાય્

સફરજન – સફરજનના એંટીઓક્સીડેંટ્સ જો  તમે ભરપૂર માત્રામાં ઈચ્છો છો તો આને ફ્રિજમાં મુકવાને બદલે તાજા ખાવાનો પ્રયત્ન કરો. જો સફરજન વધુ માત્રામાં છે તો એક અઠવાડિયા પછી તમે તેને ફ્રિજમાં મુકી શકો છો.

તરબૂચ – તરબૂચ જો તમે કાપ્યુ નથી તો તેને ફ્રિજમાં ન મકશો.  આનાથી તેના એંટી ઓક્સીડેંટ્સ કાયમ રહે છે.  હા કાપેલા તરબૂચને તમે વધુમાં વધુ ત્રણ દિવસ સુધી ફ્રિજમાં મુકી શકો છો.
Source By : gujarati webduniya
http://gujarati.webdunia.com/article/home-tips/.html

 

Related Listings

આપણને દરરોજના ઉત્પાદનોમાં મળી આવતા રસાયણો તથા શરીર પર થતાં તેના અનેક પ્રભાવો વિશે જાગરૂતતા આવવાને કારણે આપણે બધા જ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માંગીએ છીએ જે… Read more…

Add a Review

Rate this by clicking a star below: