દરેક ઘરમાં હોય છે સર્વોપયોગી ફટકડી, જેના છે આ જબરદસ્ત ફાયદા

Visited 482 times, 1 Visits today

View Location in Map

ફટકડી એક એવું ક્રિસ્ટલ છે,  જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે, આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિયોડ્રંટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ અનોખી વસ્તુ એન્ટિબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ ફટકડી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ અને ફાયદાઓ વિશે.

-એક રૂપિયા ભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારુ પી ને લથડીયા ખાતા બેભાન બનેલા તરત જ ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.Top of Form
-ફટકડીના ગાંગડાનો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે તે ફુલીને પતાસા જેવી થશે. એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી. ઔષધમાં આ ફુલાવેલી ફટકડી જ વાપરવી. બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી વપરાય છે. ફટકડી લોહીને વહેતું અટકાવે છે. એના આ ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં એ બહુ ઉપયોગી છે.
– ગળામાં સોજો આવ્યો હોય, કાકડા વધ્યા હોય, મોંમાં ચાંદી પડી હોય, દાંતમાંથી લોહી પડતું હોય તો એક કપ નવશેકા પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી નિયમિત સવાર-સાંજ કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે.
-શેકેલી ફટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઊલટી બંદ થઈ જાય છે.

બોરસલીની છાલના ચુર્ણમાં ફટકડીનું ચુર્ણ મેળવી હલતા દાંત પર હળવે હાથે ઘસવાથી દાંત મજબુત થાય છે. પેઢામાંથી લોહી નીકળતું હોય તેમાં પણ એનાથી ફાયદો થાય છે.
– વાગવાથી રક્તસ્રાવ બંધ થતો ન હોય તો ફટકડીનો પાઉડર મુકી પાટો બાંધી લેવાથી રક્તસ્રાવ તરત જ બંધ થાય છે.
– હરસમાં લોહી પડતું હોય તો બકરીના દૂધમાં ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર સવાર-સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે.
– માસિક વધારે આવતું હોય તો સવાર-સાંજ ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર લેવાથી ઉત્તમ ફાયદો થાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-fifteen-health-benefits-alum-or-phitkari-4953788-PHO.html?seq=3

Related Listings

મીઠું ભોજનનો મુખ્ય મસાલો છે. મીઠું ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી સાબિત થાય છે. Read more…

આજના સમયમાં કઈ એવી યુવતી કે સ્ત્રી હશે જેને લાંબા, ઘાટ્ટા અને સુંવાળા વાળ નહીં જોઈતા હોય? વાળ એક સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે અને આજકાલ… Read more…

Add a Review

Rate this by clicking a star below: