Dal kophata Kari| દાલ કોફતા કરી

Visited 576 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
100 ગ્રામ ચણાદાળ
50 ગ્રામ મગદાળ
½ કપ સમારેલી ડુંગળી
¼ કપ લીલી કોથમીર
2 ચમચી સમારેલા લીલા મરચા
મીઠુ સ્વાદ મુજબ
1 ચમચી અનારદાના પાઉડર (વૈકલ્પિક)
½ ચમચી લાલ મરચુ
તળવા માટે તેલ

પેસ્ટ માટે
1 ડુંગળી
6 લસણની કળી
2 ચમચી આદુની પેસ્ટ
2 ટમેટા

કરી માટે
¼ કપ બાફીને છુંદેલી દાળ
½ કપ ખાટુ દહી

રીત
ચણા અને મગની દાળને ધોઈને તે ડુબે તેટલા પાણીમાં 5-6 કલાક માટે પલાળી રાખો. પલળેલી દાળ, ડુંગળી, કોથમીર, અનારદાના પાઉડર, લીલા મરચા અને મીઠુ ઉમેરીને તેને ક્રશ કરી લો. તેના રાઉન્ડ ફ્લેટ કોફતા બનાવીને તેલમાં તળી લો.
પેસ્ટ માટેની બધી સામગ્રીને મિક્સ કરીને બ્લેન્ડરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરી પેસ્ટ ઉમેરી દો. તેને 10-15 મિનીટ સાંળો. પછી તેમાં દાળ અને દહીંને એક કપ પાણી સાથે મિક્સ કરી ઉમેરીને ઉકળવા દો. આ મિશ્રણ ઉકળી જાય એટલે તેમાં કોફતા ઉમેરી 2 મિનીટ માટે પકાવો અને પછી ગરમા ગરમ સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-many-type-of-dahi-subzi-or-curd-curry-recipe-5074754-PHO.html?seq=5

Related Listings

સામગ્રી બે બટાટા દોઢ કપ મેથીના પાન અડધી ચમચી જીરૂં અડધો ચમચો લસણ સમારેલું એક લાલ મરચું એક-બે લીલા મરચાં અડધો ચમચો આદુંની પેસ્ટ પા ચમચી હળદર… Read more…

Add a Review

Rate this by clicking a star below: