Dhanshak | ધાનશાક

Visited 587 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
એક કપ તુવેર દાળ
પોણો કપ અડદની દાળ
પોણો કપ મગની દાળ
અડધો કપ મસુરની દાળ
પોણો કપ ચણાની દાળ
ત્રણસો ગ્રામ કાંદા
એક મધ્યમ રીંગણુ
એક બટેટું
સો ગ્રામ દૂધી
પોણો કપ મેથીની ભાજી
અઢીસો ગ્રામ ટમેટા
તેલ
મીઠું
જીરું
હીંગ

મસાલો
એક ચમચી મરીના દાણા
એક ચમચો આખા ધાણા
એક ચમચી હળદર
એક ચમચી લાલ મરચું
બે-ત્રણ લીલા મરચાં
એક ચમચી તજલવિંગ
ત્રણ લાલ સૂકાં મરચાં
ત્રણ તમાલપત્ર
એક ચમચી વરિયાળી
એક ચમચી ધાણાજીરું
આદુંનો ટુકડો

રીત
ધાણા, મરી, તજ, લવીંગ, લાલ મરચા, તમાલપત્ર, વરિયાળી, બધો સૂકો મસાલો પીસવો, રીંગણા, દૂધી, ભાજી, બટેટા ઝીણા સમારવા. દાળ ધોઈને પલાળવી. સમારેલા શાક દાળમાં નાખી બાફવા કૂકરમાં મૂકવી. કાંદા, ટમેટાના મોટા ટુકડા કરી, આદું, મરચા, હળદર, ધાણા, જીરું મિક્સ કરી ક્રશ કરવા. કઢાઈમાં તેલ ગરમ થાય કે સૂકો મસાલો, હીંગ નાખી ધીમા તાપે સાંતળવો. પછી કાંદા-ટમેટાવાળું મિશ્રણ નાખી, હલાવી મીક્સ કરી, દસથી બાર મિનિટ પાકવા દેવું. કૂકરમાંથી દાળ કાઢી ઝેરણી ફેરવવી, એકરસ કરી, ઉકળતી ગ્રેવીમાં નાખવી. થોડીવાર ધીમે તાપે ચઢવા દેવું. તૈયાર છે ધાનશાક. તેને પરોઠા કે બ્રાઉન રાઈસ સાથે પીરસવું.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-pateti-special-mouthwatering-traditional-parsi-recipe-5087162-PHO.ht

Related Listings

સામગ્રી બે કપ ફ્લાવરનું છીણ પા કપ લીલા વટાણા એક ડુંગળી સમારેલી ત્રણ ચમચા ટોમેટો પ્યોરી અડધી ચમચી આદુંલસણની પેસ્ટ અડધી ચમચી લાલ મરચું પાઉડર અડધી ચમચી… Read more…

સામગ્રી આઠ નાના રીંગણ આઠ ચમચી બેસન એક ચમચી લાલ મરચું દોઢ ચમચી ધાણાજીરૂ એક ચમચી જીરૂ મીઠું સ્વાદઅનુસાર દોઢ ચમચી આમચૂર પાઉડર બે ચમચા ઝીણી સમારેલી… Read more…

સામગ્રી- -500 ગ્રામ સૂરણ -1 લીંબુનો રસ -1 ઝૂડી કોથમીર -50 ગ્રામ શીંગદાણાનો ભૂકો -1/2 ચમચી ખાંડ -મીઠું સ્વાદાનુસાર -તેલ જરૂર મુજબ -લીલા મરચાં -મરીનો ભૂકો પ્રમાણસર… Read more…

Add a Review

Rate this by clicking a star below: