ધીરે-ધીરે ચહેરાની ત્વચાને નષ્ટ કરે છે આ સમસ્યા, ઘરેલૂ ઉપાયથી કરો દૂર

Visited 557 times, 2 Visits today

View Location in Map

કોમળ, મુલાયમ, સ્વસ્થ અને ચમકીલી ત્વચા બધાને જોઈતી હોય છે પરંતુ જો ચહેરાના રોમછિદ્રો ખુલી જાય તો ત્વચાની સુંદરતા ધીરે-ધીરે નષ્ટ થઈ જાય છે. આમ તો ખુલ્લા રોમછિદ્રોની સમસ્યા સામાન્ય છે પરંતુ જ્યારે આ સમસ્યા કોઈને થાય છે તો જલ્દી તેનો પીછો છોડતી નથી, સાથે જ આ સમસ્યાને કારણે સ્કિનની અન્ય સમસ્યાઓ પણ ઉદભવે છે. આ ખુલ્લા રોમછિદ્રોને કારણે ત્વચા અસામાન્ય, બેજાન અને ત્વચામાં ખાડા પડી જાય છે. જેથી આજે આ સમસ્યાને જડથી દૂર કરવાના સરળ ઉપાય જાણી લો.
કેમ ખુલે છે રોમછિદ્રો
ત્વચાના પડની અંદરના વાળની ચારેય તરફનો ભાગ ખુલ્લે રહી જવાથી મોટાભાગે રોમછિદ્રો ખુલ્લા થવાની સમસ્યા ઉદભવે છે. ઉંમર વધવાની સાથે-સાથે ત્વચાની નરમાશ દૂર થતી જાય છે અને ત્વચામાં રહેલી નરમાશ જ રોમછિદ્રો માટે મુખ્ય રીતે રક્ષણનું કામ કરે છે. નરમાશ ન હોવાથી રોમછિદ્રોની સરંચના નબળી થતી જાય છ અને રોમછિદ્રો ખુલ્લા અને મોટા દેખાય છે.
કેટલાક અન્ય કારણ
જ્યારે ત્વચાની તૈલીય ગ્રંથિઓ કોઈ કારણસર ત્વચામાં વધારે પડતાં તેલનું ઉત્પાદન કરે છે ત્યારે પણ રોમછિદ્રો ખુલી જવાની સમસ્યા થાય છે.
કેટલીકવાર તમે એવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો છો જે તમારી ત્વચા માટે અનૂકૂળ હોતા નથી અને તેની પ્રતિક્રિયા રૂપે ત્વચાના રોમછિદ્રો ખુલી જાય છે.
ચરબી, શૂગરથી બનેલા ખાદ્ય પદાર્થો અને ફાસ્ટફુડ અને માદક પદાર્થોનું અતિ સેવન કરવાથી પણ ત્વચા પર વિપરિત પ્રબાવ પડે છે.

શું કરી શકાય?
રોમછિદ્રોને ખુલતા રોકવા માટે તમારે દિવસમાં બે વાર ચહેરો સરખી રીતે ધોવો જોઈએ. તેના માટે કોઈ હળવું, મુલાયમ ફેસવોશ ક્લીન્ઝર કે ટોનર વગેરે તમારી ત્વચાને અનુરૂપ ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રાખવું કે એ પ્રસાધન તમારી ત્વચા માટે શ્રેષ્ઠ હોવું જોઈએ. તેના માટે તમે કોઈ નિષ્ણાંતની સલાહ પણ લઈ શકો છો.
ત્યારબાદ ત્વચા મુજબ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. જો તમારી ત્વચા ઓઈલી હોય તો તે મુજબનું મોઈશ્ચર લગાવવું. ત્વચાને અનુકૂળ સ્ક્રબ સપ્તાહમાં બે વાર કરવું જોઈએ.
ઉપચાર
– ખુલ્લા રોમછિદ્રોની સમસ્યાને દૂર કરવા માટે નિયમિત રીતે ફેશિયલ કરાવવું જોઈએ, જેમાં ટોનિંગ, એક્સફોલિએશન, ક્લીંઝિગ, મોઈશ્ચરાઈઝિંગ હોવું જોઈએ.
– ખુલ્લા રોમછિદ્રોને દૂર કરવા માટે આજકાલ લોકો કોસ્મેટિક્સનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં માઈક્રોડર્માબેર્શન, કેમિકલ પીલ્સ, બોટોક્સ, માઈક્રોવેલિંગ, આઈપીએલ અને લેઝર વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. જો તમારે આમાથી કોઈ પ્રક્રિયા કરાવવી હોય તો કોઈ નિષ્ણાંતની સલાહ મુજબ કરાવવું.

ઘરેલૂ ઉપચાર
-સપ્તાહમાં એકવાર ચહેરા પર સ્ટીમ લેવું, આની સાથે જ તમારે ડીપક્લીંઝિગ ફેસ માસ્ક પણ લગાવવો જોઈએ. આવું કરવાથી ખુલ્લા રોમછિદ્રો બંદ થઈ જશે.
– રોમછિદ્રોને ભરવા માટે ક્લે માસ્કનો ઉપયોગ પણ કરી શકાય છે. સપ્તાહમાં એકવાર તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યા તો દૂર થશે જ સાથે ત્વચામાં નિખાર પણ આવશે.
– લીંબૂ અને ઈંડાનો સફેદ ભાગ મિક્ષ કરીને તેને ચહેરા પર લગાવવાથી ત્વચા સાફ રહે છે અને સાથે જ રોમછિદ્રો પણ ખુલતા નથી.

જો તમે ખુલ્લા રોમછિદ્રોની સમસ્યાથી બહુ પરેશાન છો તો મધ તમારા માટે બહુ ફાયદાકરક સિદ્ધ થઈ શકે છે. લીંબૂનો રસ અને ખાંડની સાથે મધ મિક્ષ કરીને તેનો પેક બનાવીને તેને ચહેરા પર લગાવવું. આનાથી તમારી ત્વચા નિખરશે અને રોમછિદ્રોની સમસ્યા પણ મૂળથી દૂર થશે. આ પેક લગાવતા પહેલાં ચહેરા પર મસાજ કરવું અને થોડીવાર પછી નવશેકા પાણીથી ધોઈ લેવું.
– મધ અને લીંબૂની સાથે દળિયા અથવા બેસણ મિક્ષ કરીને તેને ચહેરા પર લગાવવું. થોડીક વાક સૂકાવ્યા બાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ખુલ્લા રોમછિદ્રો બંદ થઈ જાય છે.
– ટામેટાના રસને રૂથી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવું. સમસ્યામાં ફાયદો થશે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-pores-problems-home-remedies-for-large-pores-problems-of-skin-5103921-PHO.html?seq=5

Related Listings

આજકાલની ફાસ્ટ જીવનશૈલીમાં રોગો પણ એટલા જ ફાસ્ટ શરીરમાં પ્રવેશે છે અને શરીરને ધીરે-ધીરે રોગિષ્ઠ બનાવી દે છે જેથી આ રોગોને કારણે લોકો મનભરીને પોતાનું જીવન જીવી… Read more…

Add a Review

Rate this by clicking a star below: