નકામા નહીં પણ જાદુઈ જડીબુટ્ટી છે આ પાન, રોગોમાં કરશે જબરદસ્ત ઈલાજ

Visited 548 times, 2 Visits today

View Location in Map

આરોગ્યની વાત આવે ત્યારે દરેક વ્યકિત એવું ઈચ્છે છે કે તે હંમેશા ફિટ એન્ડ ફાઈન હોય, પણ ઘણી વખતે ખુબ જ ઉપયોગી ઔષધીઓને જ આપણે નજર અંદાજ કરીએ છીએ. જેમાંથી કેટલીક ઔષધીઓ એવી છે કે જે આપણી નજર સામે ઘરઆંગણે થાય છે છતાં પણ આપણે તેનો જોઈએ તેવો ઉપયોગ કરતાં નથી અથવા કરવા માગતા નથી.

પણ આજે અમે તમને એવા 17 પ્રકારના પાનના ઔષધીય ગુણો અને રોગો પ્રમાણે ફાયદા વિશે જણાવીશું જેથી તમે પણ આ કુદરતી ઔષધીઓનો સરળતાથી ઉપયોગ કરી શકો.  તુલસી, લીમડો જેવા અનેક પાન આપણને સરળતાથી મળી રહે છે પણ જો કોઈ બીમારીમાં તેના ઉપયોગની વાત આવે તો આપણે ડોકટર પાસે દોડી જઈએ છીએ, પણ આ જ પાનનો આયુર્વેદિક ઉપયોગ કરવામાં આળસ આવે છે. આ તમામ પાનના ફાયદા વિશે આજે જાણશો તો પછી તમે પણ ડોકટર પાસે દોડી જવાને બદલે આ પાનનો જ ઉપયોગ કરશો.
આંકડાનાં પાન-
આંકડાનાં પાનને સરસવનાં તેલમાં નાખી ગરમ કરીને ગાળી તેમાં 10 ગ્રામ કપૂર ભેળવી સાંધા પર માલિશ કરવાથી સોજા પર લગાવવાથી તકલીફ દૂર થાય છે અને દુઃખાવામાં પણ રાહત મળે છે.
બીલીપત્ર-
શિવજીને ચઢતા આ બીલીપત્રમાં અનેક ગુણ રહેલાં છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.
પીપળાના પાન-
પીપળાનાં કોમળ પાન દૂધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પરમીયો-ગોનોરીયા મટે છે. એનાથી મૂત્રની બળતરા મટે છે અને સરળ મળશુદ્ધી થાય છે, તથા પરૂનો નાશ થાય છે.
લીમડાનાં પાન-
લીમડાનાં પાનનો તો ઉપયોગ તેના વૃક્ષની જેમ વિશાળ છે. ચામડીનાં રોગોમાં લીમડાના પાન ઉત્તમ ઔષધ છે. લીમડાના પાનના રસમાં મધ ભેળવી પીવાથી પેટનાં કીટાણુઓનો નાશ થાય છે તેમજ તાવમાં થતી બળતરા અને તાવ પણ મળે છે. લીમડાનાં પાનને તેલમાં ઉકાળી માથામાં લગાડવાથી માથાનાં ખરતાં વાળ અટકે છે, ખોડો મટે છે. લીમડાના પાન વાટી ત્વચા પર વગાવવાથી ખાજ-ખુજલીમાં આરામ મળે છે. સાથે જ લીમડાના પાનનો ઉકાળો પીવાથી તાવ-તરીયો શરીરમાં આવતો નથી.
ખજૂરનાં પાન-
ખજૂરના પાનનો રસ અને લીંબુનો રસ સરખા પ્રમાણમાં મેળવી પીવાથી પેટનાં કીડાનો નાશ થાય છે.
દાડમનાં પાન-
લોહીનાં હરસમાં દસ કાળા મરી, બે મુઠ્ઠી દાડમનાં પાન સાથે વાટી દરરોજ એક વખત પીવાથી લાભ થાય છે.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-remedies-of-various-leaves-in-various-types-of-health-problems-5055899-PHO.html?seq=2

Related Listings

જામફળ દરેક મૌસમમાં મળી જાય છે એના બીયળમાં આયરનની માત્રા વધારે હોય છે. સાથે જ એમાં પ્રોટીન ,ખનિજ-લવણ કાર્બોહાઈડ્રેડ ,કેલ્શિયમ અને ફાસફોરસ પણ ખૂબ જ હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: