નબળાં મગજની કાર્યક્ષમતાને ઝડપથી વધારશે આ વસ્તુઓ, કોઈ 1 રોજ ખાઓ

Visited 775 times, 2 Visits today

View Location in Map

માત્ર શરીર સ્વસ્થ હોવાથી તમે તંદુરસ્ત છો એવું નથી, તેની સાથે તમારું મન પણ સ્વસ્થ હોવું બહુ જ જરૂરી છે. જી હાં માનસિક ફિટનેસ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. આપણું મગજ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય પોષણ બહુ આવશ્યક હોય છે. જો તમારા શરીરને પૂરતાં પ્રમાણમાં પોષણ ન મળે તો કેટલીક માનસિક બીમારીઓ ધીરે-ધીરે વધતી જાય છે. જેથી કેટલાક પ્રકારના ખોરાક માનસિક સ્વાસ્થ્ય જાળવી મગજ સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. જેથી જો તમે આવા ખાસ ખોરાકને તમારા ડાયટમાં સામેલ કરશો તો તમે માનસિક ફિટનેસ લાંબા સમય સુધી જાળવી શકશો, સાથે જ તમારા મગજની કાર્ય કરવાની શક્તિમાં પણ વધારો થશે.

ઓટ્સ
ઓટ્સ એક ગુણાકરી ખોરાક છે. મોટાભાગના ડોક્ટર પણ ઓટ્સ ખાવાની સલાહ આપે છે. ઓટ્સ માનસિક સ્વાસ્થ્યના વિકાસ માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઓટ્સમાં કાર્બોહાઈડ્રેટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. શરીરની ચયાપચયની ક્રિયાને ઓટ્સને પચાવવામાં વધારે સમય લાગે છે, આનાથી શરીરને લાંબા સમય સુધી ઊર્જા અને ગ્લૂકોઝ પૂર્તિ થતી રહે છે. ગ્લૂકોઝ મગજની ઊર્જા માટે પ્રાથમિક સ્ત્રોત છે એટલે કે ઓટ્સનું સેવન લાંબા સમય સુધી મગજને ઊર્જા પ્રદાન કરે છે. ઓટ્સનું સેવન દરેક ઉંમરના લોકો કરી શકે છે.
કાર્બોહાઈડ્રેટ્સ
અમેરિકાના ટફ્ટ્સ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલાં એક સંશોધન મુજબ જે લોકો તેમના આહારમાં કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં લેતા નથી તે લોકો કરતાં જે લોકો કાર્બોહાઈડ્રેટ લે છે એમની તુલનામાં યાદશક્તિવાળા કાર્યોમાં પ્રદર્શન ખરાબ રહે છે. જેથી માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા અને સુધારવા માટે તમારા ડાયટમાં કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકને સામેલ કરો. તેના માટે સાબૂત અનાજ જેમ કે જવ, છડેલાં ઘઉં, બ્રાઉન રાઈઝ, ઓટ્સ વગેરે અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ.
માપસર આલ્કોહોલનું સેવન
અલ્ઝાઈમનો રોગ આજકાલ ધીરે-ધીરે વધતો જઈ રહ્યો છો. અલ્ઝાઈમર રોગ જર્નલ મુજબ દર સપ્તાહ સંતુલિત માત્રામાં માદક પેટ પદાર્થોનું સેવન મગજ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તમે વધારે માત્રામાં તેનું સેવન શરૂ કરી દો કારણ કે વઓધુ આલ્કોહોલનું સેવન શરીરને અનેક રીતે નુકસાન કરે છે. આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો સહેજ પણ આલ્કોહોલ નથી લેતા અને જે લોકો થોડી માત્રામાં દવાની જેમ સેવન કરે છે તેમનું મગજ સ્વસ્થ અને વધુ કાર્યરત રહે છે.
માપસર આલ્કોહોલનું સેવન
અલ્ઝાઈમનો રોગ આજકાલ ધીરે-ધીરે વધતો જઈ રહ્યો છો. અલ્ઝાઈમર રોગ જર્નલ મુજબ દર સપ્તાહ સંતુલિત માત્રામાં માદક પેટ પદાર્થોનું સેવન મગજ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તમે વધારે માત્રામાં તેનું સેવન શરૂ કરી દો કારણ કે વઓધુ આલ્કોહોલનું સેવન શરીરને અનેક રીતે નુકસાન કરે છે. આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો સહેજ પણ આલ્કોહોલ નથી લેતા અને જે લોકો થોડી માત્રામાં દવાની જેમ સેવન કરે છે તેમનું મગજ સ્વસ્થ અને વધુ કાર્યરત રહે છે.
Source By : gujaratiwebduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-foods-for-brain-health-these-seven-foods-are-best-for-your-brain-eat-daily-5116322-PHO.html?seq=5

Related Listings

આજકાલ ઘરમાં ખાદ્યપદાર્થો બનાવવાને બદલે બહાર જઈને ખાવાનું ચલણ લોકોમાં વધ્યું છે. આ આદતને કારણે લોકો બહારનું ખાવાની સાથે બીમારીઓને પણ આમંત્રણ આપે છે. Read more…

ઉનાળામાં કેરીનો ખાટા મીઠા સ્વાદ બધાને ભાવે છે. જુદા જુદા પ્રાંતમાં જુદા-જુદા પ્રકારના કેરી થાય છે. દરેક પ્રાંતના વિશેષ કેરેના સ્વાદ તેનામાં જુદા હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: