નાની-નાની હેલ્થ પ્રૉબ્લેમ્સના ઘરેલુ નુસખા

Visited 661 times, 1 Visits today

View Location in Map

નાની નાની હેલ્થ પ્રોબ્લમ્સ દરેકને ક્યારેક ને ક્યારેક થાય છે. જો તમે ઘર પર જ આવી પ્રૉબ્લમ્સના ઉપાય કરવા માંગો છો તો આજે અમે તમને બતાવી રહ્યા છે આવા મહત્વપુર્ણ ઘરેલુ નુસખા. જેની જાણ થતા તમે કેટલાક સાધારણ રોગોનો ઈલાજ જાતે જ કરી શકો છો.

1. પેટનો દુખાવો – અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠુ મિક્સ કરી ઠંડા પાણીની ફાંકી મારી લો. પેટના દુખાવામાં તરત જ રાહત મળશે.
2. વાળ ખરવા – જો તમારા વાળમાં ખોડો છે કે પછી તમારા વાળ ખરી રહ્યા છે તો કાચા પપૈયાની પેસ્ટ બનાવીને વાળની જડો પર 10 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ વાળ ધોઈ લો. આવુ કરવાથી તમારા વાળ નહી ખરે.

3. લોહીમાં ખરાબી – લોહી સાફ નથી તો 1 ચમચી મધને અડધા ગ્લાસ પાલકના રસમાં મિક્સ કરીને 1 મહિના સુધી સેવન કરો. આ તમારા લોહીના વિકારને દૂર કરશે અને લોહી ચોખ્ખુ રાખશે.
4. સ્કિન પ્રોબ્લેમ – નારિયળના પાણીમાં કાચુ દૂધ, લીંબુનો રસ બેસન અને ચંદન પાવડર મિક્સ કરીને લેપ તૈયાર કરો. ન્હાવાના 15 મિનિટ પહેલા આ લેપ ચેહરા પર લગાવો. ત્યારબાદ ચેહરાને ધોઈ લો. આ નુસખા સ્કિન પ્રોબલેમ દૂર કરી ચેહરાને ચમકદાર બનાવે છે.
5. એસિડિટી – ભોજન કર્યા પછી તમે થોડા ગોળનું સેવન કરો. આવુ કરવાથી એસીડિટીની સમસ્યા ખતમ થઈ જશે.
6. માથાનો દુખાવો – એક ગ્લાસ ગરમ પાણીમાં અડધો લીંબૂનો રસ નાખીને પીવો. માથાનો દુખાવો દૂર થઈ જશે.
7. માથાનો દુખાવો – યુકેલિપ્ટસના તેલથી માથાની મસાજ કરો. તેનાથી માથાના દુખાવામાં આરામ મળે છે.
8. ગેસ્ટ્રીક ટ્રબલ – અજમો અને સંચળ વાટીને સમાન માત્રામાં લો. આ ચૂરણને એક ચમચી માત્રામાં ગરમ પાણી સાથે લેવાથી ગેસની સમસ્યામાં તરત આરામ મળશે.
9. ગૈસ્ટ્રિક ટ્રબલ – એક ગ્લાસ કુણા પાણીમાં અડધ લીંબૂ, થોડુ સંચળ, સેકેલુ જીરુ અને થોડી હિંગ મિક્સ કરીને લેવાથી ગેસની તકલીફમાં તરત રાહત મળે છે.
10. શરદી-સળેખમ – જો શરદી થઈ હોય તો રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીધા પછી સૂવો. શરદીમાં જલ્દી રાહત મળશે.

Source By: gujarati.webdunia

Related Listings

Add a Review

Rate this by clicking a star below: