Paneer Makhani | પનીર મખની

Visited 502 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
200 ગ્રામ પનીર
4 ચમચા તેવલ
4 લવિંગ
2 ઈંચ તજનો ટુકડો
7-8 કળી લસણ છુંદેલુ
1 ½ ઈંચ આદુના ટુકડાનું છીણ
2 લીલા મરચા સમારેલા
3 કપ ટામેટાની પ્યુરી
મીઠુ સ્વાદ મુજબ
1 ½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
3 ચમચા સમારેલી કોથમીર
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી કસુરી મેથી
2 ચમચા મધ
¼ કપ દુધ

રીત
એક પેનમાં ટામેટાની પ્યુરી અને મીઠુ મિક્સ કરો અને ગેસ પર ઉકળવા મુકો. પ્યુરીનું થોડુ પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી લો.
પનીરની બે પાતળી સ્લાઈસ કરી લો. એક પેનમાં થોડુ તેલ ગરમ કરો તેમાં પનીરની સ્લાઈસ મુકીને ગ્રીલ્ડ કરો. તેમાં મીઠુ અને લાલ મરચુ ઉમેરો. પનીરની સ્લાઈસને બન્ને બાજુ ગોલ્ડન થાય તે રીતે ગ્રીલ્ડ કરી લો.
બીજા પેનમાં 2 ચમચા તેલ ગરમ કરો. તેમાં લીલી એલચી, તજ, આદુ અને લસણ ઉમેરીને સાંતળો. પછી તેમાં લીલા મરચા ઉમેરો અને થોડીવાર પકાવો. તેમાં ઉકાળેલી ટામેટાની પ્યુરી મિક્સ કરો પછી તેમાં કોથમીર, મીઠુ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી અને મધ મિક્સ કરીને 3-4 મિનીટ પકાવો. પછી તેમાં ગ્રીલ્ડ પનીરના ટુકડા મિક્સ કરો અને 2 મિનીટ પકાવો. પછી ગેસ બંધ કરી દો. સબ્જીને સર્વ કરતાં પહેલા જ તેમાં દુધ મિક્સ કરો અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-different-style-delicious-paneer-curry-recipe-for-week-end-menu-5076623-PHO.html?seq=7

Related Listings

સામગ્રી 400 ગ્રામ પનીર ક્યુબ્સ 2 ડુંગળી 4 ટુકડામાં સમારેલી 2 ચમચા તેલ 3 લવિંગ 4-5 મરી 1 ઈંચ તજનો ટુકડો 1 તમાલ પત્ર 2 લીલા મરચા… Read more…

સામગ્રી 200 ગ્રામ ફ્રેશ પનીર 150 ગ્રામ કાજુની પેસ્ટ 2 નંગ કેપ્સિકમ 2 નંગ ડુંગળી 10 ગ્રામ પીળા મરચાનો પાવડર 2 મોટા ચમચા તેલ 5 ગ્રામ આદુંની… Read more…

Add a Review

Rate this by clicking a star below: