Pani-Puri | પાણીપુરી

Visited 794 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
ત્રણ લિટર પાણી
ત્રણસો ગ્રામ ફુદીનો
ત્રણસો ગ્રામ કોથમીર
પચાસ ગ્રામ લીલા મરચાં
પચાસ ગ્રામ સંચળ
ત્રણસો ગ્રામ લીંબુ
પાંચસો ગ્રામ બટાકા
ત્રણસો ગ્રામ સુકા ચણા
સો ગ્રામ લાલ લસણની ચટણી
સો ગ્રામ ચાટ મસાલો
પાણીપુરી માટેની પુરી

રીત
સૌપ્રથમ 3 લિટર પાણી લો. તેમાં ફુદીનો, કોથમીર, લીલા મરચાંને ક્રશ કરી નાખો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર સંચળ,લીંબુ નાખો. ત્યારબાદ પાણીને ફ્રિઝમાં ઠંડુ થવા મુકી દો.
હવે માવો બનાવો. તેના માટે સૌપ્રથમ બટાકા અને ચણાને થોડુ મીઠું નાખી કૂકરમાં બાફવા મુકી દો. બફાઈ જાય એટલે બધાને ભેળવીને ચોળી ચોળીને એક સમાન બનાવી દો. બહારથી લાવેલી પુરીમાં ડુંગળી, માવો અને તીખુ ખાવુ હોય તો લાલ ચટણી નાખી પાણીમાં બોળીને ખાવા લાગો

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-famous-indian-dishes-which-is-known-in-every-states-recipe-5083777-PHO.html?seq=2

Related Listings

સામગ્રી લસણ ટમેટાની ચટણી માટે બે ચમચી તેલ ત્રણ સુકા કાશ્મીરી મરચા (પલાળેલા) પા કપ સમારેલી ડુંગળી એક ચમચો સમારેલુ લસણ એક કપ સમારેલા ટમેટા એક ચમચો… Read more…

Add a Review

Rate this by clicking a star below: