Papdi Chat | પાપડી ચાટ

Visited 590 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

15 નંગ પૂરી
1 કપ પાપડી
2 નંગ ડુંગળી ઝીણી સમારેલી
2 નંગ બટાટા બાફલા
1 કપ આંબલીની ચટણી
2 ચમચા લીલી ચટણી
1 કપ નાયલોન સેવ
કોથમીર
મીઠું સ્વાદાનુસાર
લાલ મરચું પાઉડર
ચાટ મસાલો

રીત

સૌપ્રથમ બાફેલા બટાટાને નાના કટકા કરી લો. ત્યાર બાદ તેના પર થોડું મીઠું છાંટી દો. હવે એક પ્લેટમાં પાંચ પુરીને ગોઠવી લો. તેમાં થોડા બટાટા અને ડુંગળી નાખો. હવે તેના પર લીલી ચટણી અને પાપડીનો ભૂકો નાખો. નાયલોન સેવ તેના પર ભભરાવો. હવે તેના પર બધા મસાલા તમારા સ્વાદાનુસાર નાખો. છેલ્લે તેના પર આંબલીની ચટણી નાખી અને કોથમીર નાખીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-special-sindhi-recipe-for-sunday-dinner-menu-5070686-PHO.html?seq=9

Related Listings

સામગ્રી ત્રણ ચમચા બટર અડધો ચમચો જીરૂનો પાઉડર દોઢ ચમચો લસણ મરચાની ચટણી પોણો કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ સમારેલા કેપ્સીકમ પોણો કપ ઝીણા સમારેલા ટમેટા… Read more…

સામગ્રી 500 ગ્રામ બટેટા બાફીને છીણેલા ચણાનો લોટ ½ ચમચી મરીનો પાઉડર મીઠુ સ્વાદ મુજબ ચાટ મસાલો તળવા માટે તેલ રીત બાફેલા બટેટાનું છીણ બનાવી લો જેથી… Read more…

Add a Review

Rate this by clicking a star below: