પાર્લરના અઢળક ખર્ચાને બચાવવા, જરૂર છે માત્ર આ ટિપ્સ અજમાવવાની!

Visited 363 times, 1 Visits today

View Location in Map

સાફ અને ચમકીલી ત્વચા દરેક યુવતીઓનું સપનું હોય છે. કેટલીક યુવતીઓની ત્વચા એટલી સાફ અને બેદાગ હોય છે કે તેને જોઇને લોકો ચોંકી જાય છે. જો સતત ધ્યાન આપવામાં આવે તો તમે પણ સ્વસ્થ અને આકર્ષક ત્વચાના માલિક બની શકો છો. શું તમે જાણો છો કે એવા કેટલાંક ઘરેલૂ ઉપાયો છે જેનાથી તમે સાફ અને ચમકતી ત્વચા મેળવી શકાય છે.જેથી આજે અમે તમને એવી ટિપ્સ બતાવવાના છીએ જેમાં ડાયટ, મોશ્ચરાઇઝિંગ અને હાઇડ્રેટિંગ વગેરે સામેલ છે. ઘણી યુવતીઓ પાર્લર જઇને ફેશિયલ કરાવી લે છે, પણ યોગ્ય આહાર પર ધ્યાન નથી આપતી. તેના કારણે ત્વચાની સુંદરતા થોડાં દિવસોમાં જ ગાયબ થઇ જાય છે. આ સિવાય માર્કેટમાં મળતા બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ભરપૂર ઉપાયોગ કરવામાં આવે છે. આ પ્રોડક્ટ્સની અસર પણ નજીવા દિવસોમાં જ ગાયબ થઇ જાય છે.

અખરોટ
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે સ્કિન ઉત્તમ માનવામાં આવે છે. આ સિવાય તમે તેના તેલથી ત્વચા પર મસાજ પણ કરી શકો છો. આ મસાજના કારણે ત્વચાની કરચલીઓ દૂર થશે.
પાણી
દિવસ દરમિયાન ઘણું બધુ પાણી પીવું જોઇએ. આનાથી શરીરની ગંદકી બહાર નિકળે છે અને બોડીમાં નવા સેલ્સ બને છે.
ફ્રેશ જ્યૂસ
તમારે દરરોજ બે ગ્લાસ જ્યૂસ પીવું જોઇએ. આનાથી સ્કિનને પોષણ મળશે અને સ્કિન ગ્લો કરશે.
પુરતી ઉંઘ
જો તમે ઓફિસના કામના કારણે મોડી રાત સુધી જાગો છો અને સવારે ઉંઘ પુરી નથી થઇ શકતી, તો તેની અસર તમારી ત્વચા પર જોવા મળે છે. જેથી ઓછામાં ઓછા 8 કલાક ઉંઘ લેવી જોઇએ.

લીંબુ
તમારાં ડાયેટમાં લીંબુનો પ્રયોગ કરો, તેમાં વિટામિન સી જોવા મળે છે. જે શરીરની ગંદકીને દૂર કરે છે. આ સિવાય તમે ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને પી શકો છો, તેનાથી ત્વચા સ્વસ્છ રહે છે.
સંતરા
સંતરા તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઇ શકે છે. તેનો જ્યૂસ બનાવીને પીવો અથવા સૂકવીને તેની પેસ્ટ બનાવીને લગાવો.
ગ્રીન ટી
ગ્રીન ટી એક હર્બલ ચા છે જે સનબર્નને ઠીક કરીને ત્વચામાંથી ડાઘ દૂર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે.
ટામેટાં
નિયમિત રીતે ટામેટાં ખાવાથી શરીરમાં ઘડપણની અસર ધીમી પડી જાય છે. ટામેટાં તમારી ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે.
બનાના માસ્ક
કેળાંને મેશ કરીને તેમાં મધ અને લીંબુના ટીંપા મેળવી લો. આ પેસ્ટને ગળા અને ચહેરાના ભાગે લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઇ નાખો, આવું અઠવાડિયામાં એક વખત કરવાથી ત્વચામાં ચમક આવી જશે.

Related Listings

સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. Read more…

આધુનિક જીવનની ભાગદોડે આપણી ફૂડ પેટર્નમાં ધરખમ ફેરફારો કરી દીધા છે. તાજા બનેલા ફ્રેશ ફૂડનું સ્થાન જન્ક ફૂડ અને કેન્ડ ફૂડે લઈ લીધું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: